તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવવધારાનો વિરોધ:નવસારી-ડાંગના બિલ્ડર-કોન્ટ્રાક્ટરોનું લોખંડ, સ્ટીલના ભાવ વધતાં આવેદન

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાઇટ ઉપર બેનરો લગાવી પ્રતિક ધરણાં આપી વિરોધ દર્શાવ્યો

નવસારી અને ડાંગ જિલ્લામાં ક્રેડાઇ- કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી સ્ટીલ, સિમેન્ટ, ડામર અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારા વિરોધ નોંધાવ્યો હતો. નવસારી ક્રેડાઇ અને ડાંગ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા નવસારી અને ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું જેમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 મહિના દરમિયાન કોવિડ 19નાં કારણે રાજ્યનાં તમામ સ્તરે ચાલતાં કામોની ગતિ બંધ અને ધીમી પડી ગયેલ હતી. જ્યારબાદ જ્યારે કામોની ગતિ ધીરે - ધીરે સામાન્ય થવા તરફ જઈ રહી છે,ત્યારે સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલની સાથે અન્ય મટિરીયલનાં ભાવોમાં અસહ્ય વધારો થઈ ગયો છે. જેના લીધે બાંધકામને લગતા કામો કરવા ખુબજ મુશ્કેલીઓ પડી રહી છે.

કોન્ટ્રાકટનાં મટિરીયલનાં ભાવમાં અસહ્ય વધારો થતા વિકાસની ગતિ ધીમી પડી છે સ્ટીલ, સીમેન્ટ ઉત્પાદકો સામે સરકાર દ્વારા લાલા આંખ કરવામાં નહી આવે તો વિકાસનાં કામો અટકી જશે. બાંધકામ ક્ષેત્રે 60 લાખ જેટલા લોકો જોડાયેલા છે અને તેઓ બાંધકામ થકી જ રોજગારી મેળવી રહ્યા છે.આ લોકોમાં બેકારી વધવાની સંભાવનાઓ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રેગ્યુલેટર ઓથોરિટી રચના કરવી જોઈએ જેથી અસહ્ય ભાવ વધારા ઉપર નિયંત્રણ લાવી શકાય અને વિકાસનાં કામોની ગતિ હંમેશની માફક ચાલુ રહે તેવી રજુઆત કરી હતી.

ભાવવધારા સામે તાકીદે રેગ્યુલેટરીની રચના કરો
સરકારે અન્ય સેકટરની જેમ તાકીદે સિમેન્ટ અને સ્ટીલના ભાવ માટે અલગ રેગ્યુલેટરીની રચના કરવી જોઇએ. જેથી ગેરકાયદે કાર્ટેલ રચીને કરવામાં આવતા અસહ્ય ભાવ વધારા અને શોર્ટ સપ્લાયની નીતિ ઉપર નિયંત્રણ કરી શકાય. રાજ્યમાં બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા વિકાસ કામો ઝડપથી પૂરા કરી પ્રધાનમંત્રીની હાઉસીંગ ફોર ઓલ અને એફોર્ડેબલ હાઉસીંગના સ્વપ્નને સાકાર કરવામાં નાગરિકોને સમયસર આવાસોની પૂર્તતા કરી શકાય. > ભરતભાઇ સુખડિયા, ક્રેડાઇ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો