લોકશાહીના મહાપર્વમાં નારાજગી:નવસારી- ડાંગની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર સૌથી વધુ 16 જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્યાં મંદિર ડિમોલીશન થયું હતું એ જમાલપોરના સર્વોદય નગરમાં મતદાન બહિષ્કારનું બોર્ડ - Divya Bhaskar
જ્યાં મંદિર ડિમોલીશન થયું હતું એ જમાલપોરના સર્વોદય નગરમાં મતદાન બહિષ્કારનું બોર્ડ
  • અગાઉ એકલદોકલ જગ્યાએ બહિષ્કાર થતો પણ હાલ અનેક જગ્યાએ બોર્ડ મુકાયા, હજુ મતદાન સુધીમાં આંકડો વધી શકે છે, મતદારોને સમજાવવા દોડધામ

નવસારી-ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત સૌથી વધુ જગ્યાએ મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ છે. વિધાનસભા, લોકસભા યા અન્ય ચૂંટણીઓ હોય ચૂંટણી બહિષ્કાર યા મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરાય છે. જોકે જિલ્લામાં આવી ચીમકી અપાઈ હોય એવી સંખ્યા એકલદોકલ જ હોય છે પરંતુ આ વખતે સ્થિતિ અલગ જ જોવા મળી છે.

નવસારી અને ડાંગ જિલ્લો મળી કુલ 5 વિધાનસભા બેઠકો છે અને આમાંની લગભગ તમામ બેઠકોમાં કોઈક ને કોઈક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર યા મતદાન બહિષ્કારની જાહેરાત કરી તેના બોર્ડ પણ લગાવી દેવાયા છે. કોઈક બેઠક ઉપર એક જગ્યાએ તો નવસારી, ડાંગ જેવી બેઠક ઉપર તો બે થી વધુ જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત થઈ છે.

મતદાન બહિષ્કારની જાહેરાત
જોકે બહિષ્કાર કરવાના કારણો તમામ જગ્યાએ અલગ અલગ છે. જિલ્લામાં વર્ષોથી અલગ અલગ ચૂંટણીના સાક્ષી રહેલ સિનિયર સિટીઝન પણ જણાવે છે કે આટલી બધી જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત ભૂતકાળમાં થઈ નથી. હાલ તો બહિષ્કારની જાહેરાત કરાઈ અને તેના બોર્ડ મુકાયા છે પણ આગામી સમયમાં મતદાન માટે સમજાવટ થાય અને મતદાન થાય કે નહીં તે જોવું રહ્યું.

60 વર્ષમાં આવુ જોયું નથી
મેં 60 વર્ષથી જિલ્લામાં ચૂંટણીઓ જોઈ છે પરંતુ આટલી બધી જગ્યાએ મતદાન બહિષ્કારની સ્થિતિ જોઈ નથી. નારાજગી હોય પરંતુ મતદાન તો કરવું જ જોઈએ એમ હું માનુ છું. -વિરેન્દ્ર દેસાઇ, એડવોકેટ, નવસારી

નોટા, ઓછુ મતદાન થઈ શકે ?
મતદાન બહિષ્કાર કરવાનું કારણ તંત્ર સામેની નારાજગી તો હોઈ શકે પરંતુ એક વર્ગની નારાજગી એક પક્ષ સામે નહીં પણ તમામ પક્ષ સામે પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘નોટા’ના મત વધી શકે છે તથા ગત ચૂંટણી કરતા ઓછુ મતદાન થવાની શક્યતા પણ પૂર્ણત: નકારી શકાઈ નહીં.

બહિષ્કારની ચીમકી, જગ્યા અને કારણો
જમાલપોર સર્વોદયનગર -રાધાકૃષ્ણ મંદિર ડિમોલિશનનું પ્રકરણ
-અંચેલી - રેલવે ટ્રેનોના સ્ટોપેજનું કારણ
અમલસાડ - રેલવે ફાટક બંધ પ્રકરણ
યોગીનગર વિજલપોર-વરસાદી પાણી, ડ્રેનેજની સમસ્યા
-વાટી, તા. વાંસદા - અંબિકા નદી પર પુલની માગ
-બીલીમોરા ભાગ્યલક્ષ્મી સોસાયટી, જલાશિવ સોસાયટી, નવજીવન કોલોની દેસરા. -ટીપી સ્કિમમાં સમાવવાનો વિવાદ
-રાનવેરીખુર્દ - ખરોલી ઃ આદિવાસીઓના વિવિધ પ્રશ્ને
- પીપલદહાડ, જોમનસોઢા ડાંગ - બિસ્માર રસ્તો
- ગિરાદાબધર , કામદ, બિલમાડ, ડાંગ - બિસ્માર રસ્તો
- કોસીમપાતળ, મોટીદબાસ ડાંગ - રસ્તો અને પુલની માંગ

અન્ય સમાચારો પણ છે...