તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદાનો વિરોધ:ખેડૂત આંદોલનના સમર્થનમાં નવસારી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 35 કાર્યકરોની અટકાયત

નવસારી4 મહિનો પહેલા
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું - Divya Bhaskar
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું
 • ડિટેઇન થવાના હોવ તો જ અહીં ઉભા રહેજો, ફોટો પડાવનારની જરૂર નથીઃ અનંત પટેલ

કેન્દ્ર સરકારના કૃષિ વિષયક કાયદાનો ખેડૂતો દ્વારા દેશવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે અને આ કાયદાનો વિરોધ કરી રહ્યાં છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. નવસારી જિલ્લા કોંગ્રેસે ખેડૂતોના સમર્થનમાં અને કૃષિ વિરોધી કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીએ સરકાર વિરુદ્ધ પ્લે કાર્ડ બતાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એ સમયે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત 35 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી
કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અટકાયત
નવસારી જિલ્લા કોંગ્રેસે યોજેલા કૃષિ વિરોધી કાયદાના વિરોધ પ્રદર્શનની આગેવાની વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે લીધી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવા જઇ રહ્યાં હતા. જોકે એ સમયે પોલીસે માત્ર 5 જ કાર્યકરોને જવાની મંજૂરી આપી હતી. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઇને ધારાસભ્ય અનંત પટેલની અટકાયત કરવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા કાર્યાકર્તાઓની અટકાયત કરવામાં આવી
વિરોધ પ્રદર્શન કરી રહેલા મહિલા કાર્યાકર્તાઓની અટકાયત કરવામાં આવી

વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસનો આંતરિક વિવાદ જોવા મળ્યો
નવસારીમાં ચાલી રહેલા કોંગ્રેસના કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિવાદ જોવા મળ્યો હતો. કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે વિરોધ પ્રદર્શન કરવા ઉપસ્થિત રહેલા કાર્યકરોને જણાવ્યું હતું કે, જો તમે ડિટેઇન થવાના હોવ તો જ અહીં ઉભા રહેજો માત્ર ફોટો પડાવવા આવતા કાર્યકર્તાઓની જરૂર નથી. ધારાસભ્યના આ પ્રકારના શબ્દોથી અનેક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

તવડી ગામની ઘટના બાદ કલેક્ટરે તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું
ગઇકાલે જલાલપોરના તવડી ગ્રામજનો સરપંચ અને તલાટી વિરુદ્ધ રજૂઆત કરવા આવ્યા હતા. એ સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે તકરાર થઇ હતી અને 71 જેટલા ગ્રામજનો સામે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ કલેક્ટર કચેરી દ્વારા મોડી સાંજે કોઇપણ સરકારી કચેરી બહાર 200 મીટરના અંતરે વિરોધ પ્રદર્શન કરવા અથવા તો આવેદનપત્ર આપવા પર નિષેધ લગાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
કોંગ્રેસ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો