તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પક્ષની નીતિથી નારાજ:પોતાના માનિતાને ટિકિટ ન મળતા નવસારી કોંગ્રેસના શહેરમંત્રી મહેન્દ્ર શર્માએ રાજીનામું આપ્યું

નવસારી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સત્તાનો સ્વાદ ચાખવા અધીરા બનેલા કાર્યકરો છોડી રહ્યાં છે પક્ષનો સાથ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને નવસારીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દરેક રાજકીય પાર્ટીમાં ટિકિટને લઇને મનામણા, વધામણાં, નારાજગી અને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસની કાર્યરીતિથી એકાએક નારાજ થયેલા કોંગ્રેસના શહેરમંત્રી મહેન્દ્ર શર્માએ રાજીનામું આપી દીધું છે. પોતાના ઉમેદવારને ટિકિટની ફાળવણી કરવામાં ન આવતા મહેન્દ્ર શર્માએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં રાજીનામું મોકલ્યું છે અને પાર્ટી પ્રત્યેની પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

ટીકીટ ન મળતા આઇડીયોલોજી બદલાઈ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ જીત મેળવવા માટે જોર લગાવી રહી છે. વર્ષોથી પાર્ટી માટે વફાદાર રહેલા કાર્યકરો ટિકિટ મુદ્દે એક ઝાટકે પાર્ટી છોડીને વિરોધી પક્ષમાં સામેલ થઈ રહ્યા છે. વર્ષોથી પાર્ટી માટે કામ કરનારા કાર્યકરો હવે સત્તા ભોગવવા માટે અધીરા બન્યા હોય તેવો માહોલ દરેક પક્ષમાં જોવા મળી રહ્યો છે. ટિકિટ ન મળવાના કારણે પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને પાર્ટીની આઇડીયોલોજીને પડતી મૂકી ધડાધડ રાજીનામાં રજૂ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો