તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:નવસારી કોંગ્રેસનું ભાવવધારા-મોંઘવારીના વિરોધમાં આંદોલન

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ વધારો પાછો નહીં ઠેલાય તો રસ્તા રોકવાની ચીમકી

તાજેતરમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ, શાકભાજીમાં ભાવવધારો થઇ રહ્યો છે તેનાથી પ્રજા ત્રસ્ત છે. જેથી કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લામાં જનચેતના આંદોલન કરવામાં આવી રહ્યું છે. બુધવારે ગ્રીડ પાસે નવસારી તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવતા પ્લે કાર્ડ બતાવી સૂત્રોચ્ચાર કરતાં ગ્રામ્ય પોલીસે 19 કોંગીજનોને ડિટેન કર્યા હતા.

નવસારી જિલ્લામાં ભાવ વધારાના વિરોધમાં તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રીડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય અંનત પટેલ, નરેશ વલસાડીયા, હિમાંશુ વશી, મહમદફકીર મંગેરા, ફાલ્ગુની પટેલ,એ.ડી. પટેલ, રાજકવલ શર્મા, ધવલકીર્તિ દેસાઈ, પિયુષ ઢીમમર સહિત કોંગી કાર્યકરો હાજર રહ્યાં હતા. કોંગ્રેસના કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી હાથમાં પ્લેકાર્ડ દર્શાવી મોંઘવારી, ભાવવધારાના સૂત્રોચ્ચાર કર્યો હતો. ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ધારાસભ્ય સહિત 19 કોંગીજનોને જાહેરનામા ભંગ બદલ ડિટેન કર્યા હતા.

મહામારીમાં ભાવવધારો કેટલો વ્યાજબી?
ભાજપના રાજમાં ગેસ, ડીઝલ-પેટ્રોલ, શાકભાજીમાં મહામારીના સમયમાં ભાવ વધારો થયો છે. મહામારીના સમયમાં આ ભાવ વધારો કેટલો વ્યાજબી ગણાય? આજે 900નો ગેસ સિલિન્ડરનો ભાવ છે. લોકો ગેસ સિલિન્ડર રિફિલિગ કરતા નથી, લાકડા સળગાવી રહ્યાં છે. જો આમ જનતાને રાહત નહીં અપાય તો આગામી સપ્તાહમાં રસ્તા રોકો આંદોલન કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય અને પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...