તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમોનો ભંગ:નવસારી શહેરનું શાકમાર્કેટ બંધ થતા છુટક ખરીદી માટે લોકો APMCમાં એકઠા થતા નિયમોના ધજાગરા ઉડ્યા

નવસારી2 મહિનો પહેલા
  • મહારાષ્ટ્રથી નવસારીમાં ડુંગળી અને ટામેટાની આવક બંધ થઈ

નવસારી નગરપાલિક પાસેનું શાકભાજી માર્કેટ પાલિકાએ સુપર સ્પ્રેડિંગ ને પગલે બંધ કરાવ્યું છે, જેથી છૂટક ગ્રાહકો એપીએમસી ખાતે જઈને ખરીદી કરે છે જેના કારણે ત્યાં ફેરિયા અને છૂટક 500 ગ્રામથી કિલો શાકભાજી ખરીદી કરતા લોકો ભેગા થાય છે જેથી સોશિયલ ડિસ્ટસિંગ જળવાતું નથી.

એ.પી.એમ.સી.ના 13 થી વધુ સ્ટાફ સતત તમામ વેપારી ખરીદદારોને સોશિયલ જાળવવા અને માસ્ક સાથે જ સેનીટાઇઝર નો ઉપયોગ કરવા અપીલ કરતું રહે છે પણ છેલ્લાં અનેક સમયથી પાલિકા પાસેનું શાકભાજી માર્કેટ બંધ થયું છે ત્યારથી એપીએમસીમાં છૂટક ખરીદારોના ભારણમાં વધારો થયો છે તેને લઈને સંક્રમણ ફેલાવાનો ભય પણ તોડતો તો રહે છે.

નવસારીમાં હવે મહુવાથી ડુંગળી અને MPથી ટામેટા આવશે
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે જેને પગલે તેની અસર ટ્રાન્સપોર્ટેશન પર પણ પડી છે જેથી નવસારીમાં દરરોજ આવતી 3 ટ્રક ભરીને ડુંગળી અને ટમેટા આવે છે જેમાં 12 ટન ટામેટા અને 20 થી 25 ટન ડુંગળી હોય છે તેની આયાત બંધ કરવામાં આવી છે જેથી નાસિકના વિકલ્પરૂપે મધ્યપ્રદેશ થી ટમેટા અને ગુજરાતના મહુવા થી ડુંગળી મંગાવવામાં આવશે,જોકે મહુવા થી વેપારીઓને ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે છે,આ આયાત 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...