તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના:નવસારીમાં કુલ 667 પોઝિટિવ, 353 વિસ્તારો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં કોરોના કેસ વધતાં સર્વેલન્સની કામગીરી માટે ટીમો દ્વારા ઘરે ઘરે જઈને ચેક અપ કરવાની કામગીરી હાથ ધરાઈ છે
  • શહેર અને જિલ્લામાં 396 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી

કોવિડ-19 વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં 9મી ઓગસ્ટ સુધીમાં કુલ- 9812 સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 8718 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જિલ્લામાં સાતમાં રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં 14,43,658 લોકોને આવરી લેવામાં આવી છે. જિલ્લામાં આજદિન સુધી કુલ-667 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે. તે પૈકી 502 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. કોરોનાથી કુલ-65 વ્યક્તિના મૃત્યું થયા છે. 100 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જિલ્લાના અને શહેરના કુલ 353 વિસ્તારો કેન્ટઈનમેન્ટ ઝોન હેઠળ છે.

સર્વેની કામગીરી ઝડપી કરાઈ
કુલ પોઝિટિવ દર્દીઓ પૈકી નવસારી ગ્રામ્ય-87, નવસારી શહેર-203, જલાલપોર ગ્રામ્ય-57, વિજલપોર નગરપાલિકા-90, ગણદેવી ગ્રામ્ય-89, બીલીમોરા નગરપાલિકા-41, ચીખલી-58, ખેરગામ-18, વાંસદા-24 કેસો નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં કુલ-353 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 396 મેડિકલ ટીમો દ્વારા કુલ 36049 વસ્તી, 10534 ઘરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

બહારથી આવેલા લોકોથી સંક્રમણ વધ્યું
કુલ પોઝિટિવ દર્દીઓ પૈકી મુંબઇ-24, નાસિક-01, મહારાષ્ટ્ર-03, અમદાવાદ-06, ધરમપુર-04, સુરત-191, વલસાડ(ડુંગરી)-30, ઓખા-01, રાજસ્થાન-01, ડોલવણ-01, વ્યારા-03, સેલવાસ-01, દમણ-01, અંકલેશ્વર-01, દમણ-01, ભરૂચ-01 તથા 106 દર્દીઓ પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા છે.જિલ્લામાં સરકારી અને ખાનગી મળી કુલ-17 કવોરન્ટીન સેન્ટરની વ્યવસ્થા છે. હાલમાં જિલ્લામાં 30443 હોમ કવોરન્ટીન, 44 ફેસિલિટી કવોરન્ટીન મળી કુલ-30477 વ્યકિતઓને કવોરન્ટીન કરવામાં આવ્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો