તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી વિભાગ કેમિસ્ટ એસોસિએશન દ્વારા 3જીને શનિવારે સભ્ય મિત્રો માલિક, સ્ટાફ માટે ડો. શીતલબેનની આગેવાનીમાં સ્વૈચ્છિક ફ્રી વેક્સિનેશનનું આયોજન કરાયું હતું. જેમાં નવસારી વિભાગ કેમિસ્ટ એસોસિએશનના 240થી વધુ સભ્ય મિત્રોએ કોરોનાને ખતમ કરવાની કટીબદ્ધતા સાથે ઉત્સાહસભેર ભાગ લીધો હતો. સરકાર તરફથી ડો. શીતલબેનને દૈનિક 120 વેક્સિનની જ ઉપ્લબ્ધ કરાવી હોવાથી બાકીના સભ્યનું વેક્સિનેશન આગામી દિવસોમાં વેક્સિન ઉપ્લબ્ધ થાય તે પ્રમાણે કરાશે એવી ડો. શીતલબેને ખાતરી આપી હતી.
આ આયોજનને સફળ બનાવવા બદલ નવસારી વિભાગ કેમિસ્ટ એસોસિએશન તમામ સભ્યો વતી ડો. શીતલબેન અને તેમની સાથે આવેલા સ્ટાફ પ્રત્યે આભારની લાગણી દાખવી હતી. આ પ્રસંગે નવસારી વિભાગ કેમિસ્ટ એસો.ના કારોબારી સભ્યોએ ડો. શીતલબેન અને સ્ટાફને સાથ આપ્યો તે બદલ તેમનો આભાર માન્યો હતો.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.