નવસારીમાં નવા વર્ષમાં નવી સુવિધા:100 કરોડથી વધુના ખર્ચે બનતું નવસારી બસ પોર્ટ એપ્રિલના અરસામાં શરૂ થશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવસારી બસ પોર્ટનું હાલમાં ચાલતુ કામકાજ તથા ઇન્સેટમાં પોર્ટની મોડેલ તસવીર. - Divya Bhaskar
નવસારી બસ પોર્ટનું હાલમાં ચાલતુ કામકાજ તથા ઇન્સેટમાં પોર્ટની મોડેલ તસવીર.
  • 5 વર્ષ અગાઉ કામ શરૂ થયેલ પોર્ટને પણ કોરોના નડ્યો, બસ ટર્મિનલ ઉપરાંત અનેક સુવિધાઓ નવા સાહસમાં

નવસારીમાં 5 વર્ષથી બની રહેલ અદ્યતન બસ પોર્ટ આગામી માર્ચ એપ્રિલના અરસામાં બની જશે અને હિન્દુ નવા વર્ષમાં લોકોને ભેટ મળશે.નવસારી શહેરમાં સબજેલ નજીક વર્ષોથી એસટી બસ ડેપો છે. તેની સામેની જગ્યાએ ડેપોનું વર્કશોપ છે. સરકાર તથા નિગમે રાજ્યમાં જે કેટલાક એસટી ડેપોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)થી બસ ટર્મિનલ ઉપરાંત અન્ય ફેસિલિટી સાથે જે બસ પોર્ટ બનાવવાનો નિર્ણય લીધો હતો તેમાં નવસારીનો પણ સમાવેશ કર્યો હતો. આ નિર્ણયને પગલે 5 વર્ષ અગાઉ જ્યાં નવસારીમાં એસટી બસ ડેપો હતો ત્યાં જ બસ પોર્ટ બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

બસ ડેપો સામેની વર્કશોપની જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યો હતો. આમ તો આ પોર્ટ અગાઉ જ બની જવાની ધારણા હતી પણ કોરોનાને લઈ તથા થોડો સમય અન્ય કેટલીક મુશ્કેલીને લઈ વિલંબ થયો હતો. હવે બસ પોર્ટનું ઘણું કામ પૂર્ણ થઈ ગયું છે. સ્થાનિક બસ પોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી માર્ચ-એપ્રિલ 2023ના અરસામાં પોર્ટનું કામ પૂર્ણ થઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો હિન્દુ નવા વર્ષમાં નવસારી પંથકને નવું બસ પોર્ટ મળશે.

નવા બસ પોર્ટમાં આ સુવિધાઓ
બસ ટર્મિનલ, દુકાનો, રેસ્ટોરન્ટ સહિત હોટલ (67 રૂમવાળી), મલ્ટીપ્લેક્ષ, ફૂડકોર્ટ ઝોન, હાઈપર માર્કેટ, બે સુપર સ્ટોર

ડેપોની મુશ્કેલી દૂર થશે
છેલ્લા પાંચેક વર્ષથી બસ પોર્ટનું કામ શરૂ થતા એસટી ડેપો સામેની એસટીની વર્કશોપની જગ્યામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યાં વર્કશોપ અને ડેપો બન્ને રહેતા થોડી મુશ્કેલી પડતી હતી. જોકે હવે નવુ બસ પોર્ટ બનતા મુશ્કેલી દુર થશે.

અન્ય સમાચારો પણ છે...