ચીખલી કોર્ટે ચેક રિર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. તેની સામે અપીલ કોર્ટે નીચલી કોર્ટનો ચૂકાદો રદ કરવાનો હુકમ કર્યો હતો.ચીખલીના ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટે આરોપી આનંદ રાજપુતને નવ લાખનો ચેક રિટર્ન થવા બદલ સંજયકુમાર પટેલે કરેલા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ મુજબ તકસીરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરિયાદીને ચેકની રકમ 9 લાખ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.
આ બાબતે આરોપી આનંદ રાજપૂતે પોતાના એડવોકેટ પ્રતાપસિંહ મહિડા મારફત નવસારી જિલ્લાના બીજા અધિક સત્ર ન્યાયાલય સમક્ષ અપીલ દાખલ કરી હતી. નવસારી કોર્ટે એડવોકેટ પ્રતાપસિંહ મહિડાની દલીલો ટ્રાયલ કોર્ટે પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન અને મુલવણી કર્યા સિવાય ચુકાદો આપ્યો છે જે ચુકાદો કાયદેસર નથી અને ફરિયાદી તરફે રજૂ કરેલા ચુકાદાઓનું મૂલ્યાંકન ખોટી રીતે કરેલું છે તેમ જણાવ્યું હતું. દલીલના સમર્થનમાં હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ રજૂ કરતા ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટ ચીખલી કોર્ટનો આરોપી આનંદ રાજપુતને સજા કરવાનો હુકમ રદ કર્યો હતો.
ફરિયાદીના નાણાંકીય સદ્ધરતાનો પુરાવો નથી
આ કેસમાં આરોપીને સાચા સરનામે નોટિસ બજાવેલી નહીં હોવા છતાં તેમજ ફરિયાદીની નાણાંકીય સદ્ધરતા તેમજ નાણાકીય વ્યવહાર ફરિયાદીએ પૂરવાર કર્યું ન હતું. ઉપરાંત આરોપીએ ફરિયાદીને ચેક આપ્યાનું પુરવાર નહીં કરેલ હોવા છતાં તેમજ નાણાંકીય સદ્ધરતા બાબતે કોઈ પુરાવો રજૂ કર્યો ન હતો. આમ છતાં ફરિયાદીનો કેસ એકતરફી માની લઇ આરોપીએ રજૂ કરેલા પુરાવા ધ્યાને નહીં લઈ ખોટી સજા ફરમાવેલી હતી. અમારી આ દલીલોને નવસારી કોર્ટે મંજૂર કરી અગાઉનો ચુકાદો રદ કર્યા હતો. > પ્રતાપસિંહ મહિડા, એડવોકેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.