ઉત્તરાયણ પર્વ:નવસારી ચાલુ વર્ષે પણ પતંગ-દોરાની ઘરાકીમાં 50 ટકાનો ઘટાડો

નવસારી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કારણે વેપારીઓએ 50 ટકા જ માલ ભરાવ્યો છે છતાં આ વખતેે વેપારની આશા જીવંત

નવસારી જિલ્લામાં ઉત્તરાયણ પર્વે પતંગ અને દોરાનાં ભાવમાં 15થી 20 ટકાનો વધારો થયો હોવાથી છેલ્લા બે દિવસ સુધી ઘરાકી નીકળી ન હતી. ચાલુ સાલ વેપારીઓએ 50 ટકા ઓછો માલ ભરાવ્યો છે. જિલ્લામાં દર વર્ષે 40થી 45 લાખનું પતંગ અને દોરીનું વેચાણ થાય છે. નવસારી જિલ્લામાં કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળવા ઉત્તરાયણ દરમિયાન પતંગ અને દોરાનો 50 ટકા જ માલ વેપારીઓએ ભરાવ્યો હતો. આ વર્ષે કોરોનાના જાહેરનામામાં કોઈ કડક સૂચના નહીં આપતા લોકો ઉત્તરાયણ સારા માહોલમાં ઊજવી શકે તેમ છે. દર વર્ષે વેપારીઓ 50 લાખથી વધુ માલ ભરાવે છે.

નવસારીમાં પતંગ અને દોરાનાં હોલસેલ વિક્રેતાઓમાં શાહ ટ્રેડર્સ, મહેશ ફટાકડા સ્ટોર્સ, દિવ્ય ટ્રેડર્સમાં છેલ્લાં દિવસે તૈયાર ફિરકી તથા પતંગ ખરીદવા ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી ન હતી. આ વર્ષે પણ 1000, 2500 વાર અને 5000 વાર બોબીનની માંગ વધુ થઇ છે. જેમાં સાંકળ-8 અને વર્ધમાન પાંડા, ચેલેન્જ, એસ.પીમાં ખરીદારો નીકળ્યા છે. પતંગમાં પણ કાગળનો ભાવ વધારો થતાં જયપુરી, બરેલીક, ખંભાતી જેવા પતંગો 100 નંગના 500 રૂપિયાથી 900 સુધીનું વેચાણ થયું છે.

15થી 20 ટકા ભાવ વધારાને કારણે વેચાણ ઘટ્યું છે પરંતુ છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની વેપારીઓને આશા છે. નવસારી જિલ્લામાં પતંગોની વેરાયટીઓ અને માંજેલી દોરી માટે ટાવર વિસ્તારમાં રાત્રિનાં સમયે ભરાતું પતંગ બજાર શહેરનું મુખ્ય આકર્ષણ છે. નવસારી પંથકમાં ઉત્તરાયણ પર્વે અંદાજે 50 લાખનું દોરી-પતંગનાં વેચાણ દર વર્ષે થયાનું વેપારીઓ જણાવી રહ્યાં છે.

આખરી દિવસોમાં ઘરાકી નીકળવાની સંભાવના
નવસારીમાં પણ કોરોના મહામરીએ સતત બીજા વર્ષે ડિમાન્ડ ઘટાડી વેપારીઓએ 50 ટકા માલ ઓછો ભરાવ્યો હતો. પતંગનો માલ વધુ બન્યો નથી ભાવ વધ્યો છે. આ વર્ષે બરેલીમાં 4 પીસવાળા પતંગની ડિમાન્ડ છે. માંજાના 1હજાર, 2500, 5000ના બોબીનની વધુ માંગ છે. અમે લોકલ ફોર વોકલ મુજબ માત્ર દેશી કંપનીઓની દોરીનું વેચાણ કરી રહ્યાં છે. આખરી દિવસોમાં ઘરાકી નીકળવાની આશા છે. - રોનક શાહ, વેપારી

નવસારીમાં મુખ્ય માર્ગો પર ધમધમતુ પતંગ બજાર
કોરોનાના કારણે બેકાર થયેલા યુવાનો પણ સિઝનમાં કમાવી લેવા માટે સુરત નડિયાદથી ડાયરેકટ 25થી 35 હજારના જથ્થાબંધ પતંગ લાવી રાજમાર્ગો ઉપર વેચાણ કરવા બેસે છે.

તૈયાર તલના લાડુ-ચીકી, મમરાનાં લાડુની ડિમાન્ડમાં પણ વધારો
હાલમાં તલ તથા ગોળનાં ભાવમાં સીધો 50 થી 100 ટકા ભાવવધારો થયો છે. જેને કારણે ઘણાં લોકો ઉત્તરાયણ પર્વે જ ઘરે તલના લાડું ચીકી બનાવીને ખાતા હોય છે. તેઓ હવે બજારમાંથી તૈયાર લાડું અને ચીકી ખરીદતા હોય છે. નવસારીમાં હજુ પણ લોકો ઉત્તરાયણ પર્વે ઘરે જ તલના લાડું અને ચીકી બનાવતા હોય છે. તલના લાડું, દાણા, તલ, મમરા, દાળિયાની ચીકી બનાવતાં અનિલ ગુપ્તાએ જણાવ્યું કે ઘરે બનાવેલ લાડું ચીકીની ડિમાન્ડ વધુ છે. તલના લાડું રૂ. 50ના 100 ગ્રામ, રૂ.100માં 250 ગ્રામનાં ભાવે લોકો હોંશથી ખરીદી રહ્યાં છે. છતાં લોકો ઉત્તરાયણના પર્વે તૈયાર તલના લાડુ, ચીકી, ખરીદી રહ્યાં છે.

ઉત્તરાયણમાં રંગીન ચશ્મા, હેટ, એરહોર્નની માગમાં ઉછાળો આવ્યો
ઉત્તરાયણમાં પતંગ-દોરાની સાથે મનોરંજન માટે એરહોર્ન, પીપુડા રંગીન ચશ્મા, કલાત્મક ટોપી તથા ફિરકી મુકવા માટેનાં સ્ટેન્ડની પણ માંગ વધી છે. 1 ફુટના પતંગોએ પણ આકર્ષણ જમાવી રહ્યાં છે. નાના પતંગો-ફીરકી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...