નવસારી જિલ્લાના આપના પ્રમુખ ભાવિન સાયલા અને હોદ્દેદારોએ રાજયપાલને ઉદ્દેશીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું કે ગુજરાતના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડના કારણે 55થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પહેલી વખત લઠ્ઠાકાંડ થયો નથી, આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે. પહેલા પણ કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસના નામે અત્યાર સુધી કંઈ થયું નથી. પાંચ દિવસ થોડી જગ્યાે પર રેડ પડે, બે નાના દેશી દારૂના ભઠ્ઠી ચલાવનારા લોકો પકડાય અને આખી વાત ત્યાં જ પુરી થઇ જાય. ગુજરાત માટે બહુ જ દુઃખદ ઘટના છે અને જનતા આક્રોશિત છે.
જે પરિવારમાં લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવશે? વારંવાર આવી ઘટનાથી લોકોનો પ્રશાસન પરથી ભરોસો ઉઠી રહ્યો છે, જેને માટે જવાબદાર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજીનામુ આપે એવી માગ કરી હતી. ત્યાર બાદ આપના કાર્યકરોએ દારૂબંધી બંધ પર અમલ નહીં કરાતા િતધરા જકાતનાકે દેખાવ કર્યો હતો. તેથી તેમને ડીટેઇન કરાયા હતા.
નશાબંધી હોવા છતાં નશો જાહેરમાં વેચાય છે
ગાંધી અને સરદારના ગુજરાતમાં નશાબંધી હોવા છતાં પણ ચારેબાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઈ રહ્યાં છે. આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે. અમને આશા છે કે રાજ્યપાલ આ મુદ્દે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર કડક પગલાં લે. - પ્રદીપ કુમાર, ઉપપ્રમુખ, આપ, નવસારી જિલ્લા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.