યોગ્ય પગલ ભરવા અપીલ:નવસારી આમ આદમી પાર્ટીનું કલેક્ટરને આવેદન, ડો.બાબાસાહેબનું અપમાન કરાતા કાર્યવાહીની માગ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં બનાસકાંઠા ખાતે ભાજપના સમરસતા કાર્યક્રમમાં ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટા અને અન્ય દેવી દેવતાના ફોટાને ક્ષોભજનક સ્થિતિમાં મુક્યો હોય કસૂરવાર માફી માંગે તેમ નવસારી જિલ્લા એસ.સી આપ દ્વારા માગ કરતું આવેદન કલેકટરને આપ્યું હતું.

નવસારી જિલ્લામાં આપ એસ.સી.વિભાગના હંસાબેન પટેલ, કીર્તિ સોલંકી અને કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું કે, ભાજપાના નવસારી જીલ્લાના સાંસદ સી.આર.પાટીલના મંચ પરની હાજરી સાથેના વાયરલ ફોટામાં વડગામ, બનાસકાંઠા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના શુભ પ્રસંગે 14 એપ્રિલના દિને સામાજિક સમરસતાના દિન ઉજવણી થઈ હતી.

ડો. બાબાસાહેબ આંબેડરનો ફોટો સ્ટેજ પર જમીન પર અપમાનજનક રીતે મુકીને ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરેલ છે. જે એક ભયંકર ભુલ છે. સદર બાબતે યોગ્ય તપાસ કરી-કરાવી, ડો. બાબાસાહેબ આંબેડકરને અને સમગ્ર સમાજને ન્યાયના હિતમાં યોગ્ય પગલ ભરવા જણાવ્યું હતું. જો આ બાબતે વહીવટી તંત્ર દ્વારા દોષિતો સામે કોઇ કાર્યવાહી ન થાય તો નવસારી જિલ્લા આપના SC વિભાગના કાર્યકરો આશ્ચર્યજનક કાર્યક્રમો કરશે. જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે. તેમ પણ ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...