તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Navratri Will Change The Zodiac Sign To Mars, Sun Mercury Which Will Be An Auspicious Time For Most Of The Natives To Buy A Good House.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપાસના પર્વ:નવરાત્રિએ મંગળ, સૂર્ય-બુધમાં રાશિ બદલાશે જે મોટાભાગના જાતકો માટે શુભ, જમીન મકાન ખરીદીનો ઉત્તમ સમય રહેશે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ, 15 એપ્રિલથી સૂર્યનો ઉચ્ચ રાશિમાં પ્રવેશ થશે

મંગળવારથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થશે, જે 21 એપ્રિલ, બુધવારે પુરી થશે. આ વખતે 9 દિવસમાં મંગળના કારણે જમીન-મકાન સંબંધિત કામમાં ખાસ લાભ થવાનો યોગ છે. ચૈત્ર નવરાત્રિ અશ્વિની નક્ષત્રમાં શરૂ થશે. તેનો સ્વામી કેતુ છે. વર્ષની શરૂઆત મેષ રાશિમાં થશે. આ રાશિનો સ્વામી મંગળ છે. એટલે આ સમય બધા માટે શુભ રહેશે. પ્રોપર્ટી માર્કેટમાં તેજી આવવાના અને ખરીદ-વેચાણ વધવાના સંકેત છે. ગ્રહોનું રાશિ-પરિવર્તન પણ બહુ શુભ: 13 એપ્રિલની રાત્રે મંગળ વૃષભમાંથી મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

આ સમયે મંગળ અને રાહુ વૃષભ રાશિમાં સાથે હશે. તેનાથી બનતો અંગારક યોગ પણ ખતમ થઈ જશે, જે બધા માટે શુભ સંકેત છે. 14 એપ્રિલની સવારે સૂર્ય મીનમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. તેમાં સૂર્ય ઉચ્ચનો થઈ જશે. મેષ મંગળનું સ્વામિત્વ ધરાવતી રાશિ છે. 16 એપ્રિલની રાત્રે બુધ પણ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

ગુરુના રાશિ પરિવર્તનથી લાભ: વરિષ્ઠ જ્યોતિષાચાર્ય પં. હેમચંદ્ર પાંડેયના કહેવા પ્રમાણે, 5-6 એપ્રિલની રાત્રે ગુરુ નીચ રાશિ મકરથી કુંભમાં આવી ગયો છે. આ પરિવર્તન ઘણું લાભદાયી છે. 15 એપ્રિલથી સૂર્ય પણ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે. તેથી નકારાત્મકતા દૂર થશે અને આરોગ્ય સારું થશે. તે વેપાર-ધંધા માટે સારો સંકેત છે. સોના-ચાંદીની ખરીદી વધશે. મંગળ ગ્રહને જ્યોતિષશાસ્ત્રમાં ભૂમિનો કારક માનવામાં આવતો હોય છે. એટલે કે ભૂમિપુત્ર ગણાતો હોવાથી જમીન, મકાન અને સ્થાવર મિલકત ખરીદવા-વેચવા માટે શુભ સમય માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે ચૈત્ર માસના પ્રારંભે બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી
પૌરાણિક માન્યતા પ્રમાણે, બ્રહ્માજીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે આ વર્ષની 13 એપ્રિલે સૃષ્ટિની રચના કરી હતી. ત્યારથી આ તિથિ કાળગણનામાં મહત્ત્વ ધરાવે છે. તેને નવ સંવત્સર પર્વના રૂપમાં પણ મનાવાય છે. ઉજ્જૈનના સમ્રાટ વિક્રમાદિત્યના નામે જ્યારે વિક્રમ સંવત શરૂ કરાયું, ત્યારે ચૈત્ર પ્રતિપદાની શરૂઆત મનાઈ. ચૈત્રી નવરાત્રિ વ્રત પણ આ તિથિથી શરૂ થાય છે. તે રામનવમી સુધી ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો