પાલિકાની બેદરકારી:આસામ-ત્રિપુરાને જોડતો નેશનલ હાઇવે નવસારીથી પસાર થાય છે !

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં ઠેર ઠેર હજુ ને.હા.નં. 8ના જ બોર્ડ દેખાય છે
  • પાલિકાએ બોર્ડમાં ને.હા.નં. 48નો સુધારો કર્યો નથી

નવસારી નજીકથી આસામ-ત્રિપુરાનો નેશનલ હાઈવે પસાર થઈ રહ્યાના બોર્ડ શહેરમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યાં છે.પાલિકાએ નેશનલ હાઇવે નં.8ની જગ્યાએ નેશનલ હાઇવે નં.48નો સુધારો 3થી 4 વર્ષથી કર્યો જ નથી. આ અંગેની વિગતો જોતા નવસારી શહેર નજીક ગ્રીડ-કબીલપોર વિસ્તારમાંથી જે નેશનલ હાઈવે પસાર થાય છે તે અગાઉ નેશનલ હાઈવે નં. 8 હતો. જેને લઈને અહીંની નગરપાલિકાએ શહેરમાં વિવિધ વિસ્તારોની માહિતી આપત બોર્ડ જે 8-9 વર્ષ મૂક્યા હતા, તેમાં ગ્રીડ હાઈવેની માહિતીમાં નેશનલ હાઈવે 8 લખ્યું હતું.

જોકે 3-4 વર્ષ અગાઉ દેશભરના નેશનલ હાઈવે નંબર બદલવામાં આવ્યા હતા. આ બદલાયેલ નંબરોમાં હવે ગ્રીડ-કબીલપોર વિસ્તારમાંથી જે હાઈવે પસાર થાય છે તે નેશનલ હાઈવે નંબર-48 થઈ ગયો છે. હાઈવેના નંબર બદલાયાને ત્રણ-ચાર વર્ષ થઈ ગયા છતાં હજુ નવસારી શહેરમાં મૂકાયેલા બોર્ડમાં હાઈવેના નંબરોમાં કોઈ જ સુધારો કરાયો નથી. ઘણો સમય વિતવા છતાં બોર્ડમાં સુધારો ન કરવો એ નગર પાલિકાની બેદરકારી દર્શાવે છે. આ નેશનલ હાઈવેની દિશા બતાવતા બોર્ડ એક જગ્યા નહીં, અનેક જગ્યાએ છે, જેથી લોકો ગેરમાર્ગે પણ દોરાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...