કોન્ફરન્સ:ઈન્ડિયન લાયન્સની નેશનલ કોન્ફરન્સ જામનગરમાં યોજાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન લાયન્સની 23મી નેશનલ કોન્ફરન્સ જામનગર લાયોનેસના યજમાનપદે યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોન્ફરન્સમાં પોતાનુ યોગદાન આપ્યું હતું. આ કોન્ફરન્સમાં ગૌરવ વધારનારી સ્વદેશી સેવાકીય સંસ્થાના દેશભરના કાર્યકરોને બિરદાવાયા હતા.

બે દિવસીય કોન્ફરન્સમાં નેશનલ ચેરમેન તરીકે અક્ષયભાઈ ઠક્કર તેમજ મંત્રી મંડળની ટીમે શપથ લીધા હતા. પર્યાવરણની થીમ સાથે જામનગરમાં ઈન્ડિયન લાયન્સ દ્વારા રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી રણમલ તળાવથી શરૂ કરી બાલા હનુમાન થઈ જૂની આરટીઓ કચેરી સુધી યોજાઇ હતી. ઈન્ડિયન લાયન્સના સ્થાપક કૌશિકભાઈ બુમીયા (વડોદરા) તેમજ ચીફ પેટર્ન હિતેશ પંડ્યા જનસંપર્ક (સલાહકાર) ખાસ હાજર રહ્યાં હતા.

નવસારી ઈન્ડિયન લાયન્સના નેશનલ કમિટી મેમ્બર રીનલ પટેલ જામનગરની કોન્ફરન્સમાં બે દિવસ હાજર રહી મહત્ત્વપૂ્ર્ણ કામગીરી બજાવી હતી. નવસારી ઈન્ડિયન લાયન્સનું પ્રતિનિધિત્વ કરી સૌની પ્રશંસા મેળવી હતી. નવસારી કલબનું સુકાન સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...