તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:વોર્ડ-2માં દર વખતે સાંકડી હાર જીત, આ વખતે પણ રસાકસી

નવસારી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 17440 મતદારોમાં પુરુષ 8960, સ્ત્રી 8470 છે, ત્રીજી જાતિના કુલ 19 મતદારમાંથી સાૈથી વધુ 10 આ વોર્ડમાં
 • નવસારી પશ્ચિમે રેલવે લાઈનને અડીને આવેલા વોર્ડમાં પાટીદાર અને અનુસૂચિત જાતિના મતદારો વધુ

નવસારી વિજલપોર નગરપાલિકાનો વોર્ડ-2 નવસારી શહેરની પશ્ચિમે આવેલો છે. વોર્ડમાં જલાલપોર રોડ,સ્ટેશન વિસ્તાર અને ઘેલખડીના થોડા વિસ્તાર સમવાયા છે. આખા શહેરના ઘન કચરાનો જ્યાં નિકાલ થાય છે,એ બંદરરોડની સાઇટ આ વોર્ડમાં જ આવેલી છે.વોર્ડની પશ્ચિમે પાલિકાનો વોર્ડ-1 અને દક્ષિણે વોર્ડ 9 આવેલા છે. ઉત્તર બાજુએ પૂર્ણાં નદી પસાર થાય છે. વોર્ડમાં કુલ 17440 મતદાર છે,જેમાં પુરુષ મતદાર 8960 અને સ્ત્રી મતદાર 8470 છે.

વોર્ડમાં ત્રીજી જાતિના મતદાર પણ 10 છે,જે આખા શહેરના કોઈ પણ વોર્ડ કરતા વધુ છે. આ વોર્ડમાં પાટીદાર અને અનુસૂચિત જાતિના મતદાર વધુ છે.અનુસૂચિત જાતિમાં વણકર સમાજની વસતિ સારી છે. આ ઉપરાંત આદિવાસી, મુસ્લિમ ઉપરાંત અન્ય જાતિના મતદાર પણ છે. ખાસ ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષનું જોર છે. ગત પાલિકાની ચૂંટણીમાં હાર-જીતનો ફેંસલો ખૂબ જ ઓછા મતનો રહ્યો હતો. ગત વખતે જ નહીં, ભૂતકાળમાં પણ આવું જ રહ્યું હતું અને આ ચૂંટણીમાં પણ બરાબરનો જંગ જામવાની પૂરી શકયતા છે.

વોર્ડ-2માં સમાવિષ્ટ વિસ્તાર
મિલ કામદાર સોસાયટી વિસ્તાર, ગૌરીશંકર મહોલ્લો અને તેની નજીકના વિસ્તારો, પતરા ચાલ, તાશ્કંદનગર અને તેની નજીકના વિસ્તાર, રાયચંદ રોડ અને બંદરરોડ નજીકના વિસ્તારો, આનંદભુવન ચાલ અને તેની નજીકના વિસ્તાર, રેલવે સ્ટેશન સામે પશ્ચિમના વિસ્તારો, દેવચંદ ચાલ અને તેની નજીકના વિસ્તારો, કોટન મિલ વિસ્તાર, દત્તનગર-શીતલનગર અને તેની નજીકના વિસ્તાર, મફતલાલ મિલ વિસ્તાર

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર
ભાજપે જે 4 ઉમેદવારને આ વોર્ડમાં ટિકિટ આપી છે તેમાં કૃતિકાબેન પાટીલ, ચંદ્રિકાબેન ભોરણીયા, રમેશભાઈ વાળા અને પિયુષભાઈ ગજેરાનો સમાવેશ થાય છે. કોંગ્રેસે અનિલ પટેલ, અર્જુનભાઈ રાઠોડ, સોનલબેન સાંગાણી અને શીતલબેન રાઠોડને ટિકિટ આપી છે.

3 સામાન્ય, 1 અનુસૂચિત જાતિ બેઠક
વોર્ડની કુલ 4 બેઠકમાં 3 બેઠક સામાન્ય છે. સ્ત્રી અનામતની બંને બેઠક સામાન્ય છે પરંતુ અન્ય 2 બેઠકમાં 1 બેઠક અનુસૂચિત જાતિ માટે ફાળવાઇ છે.

જેવું વાવશો તેવુું લણશો,સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

શિક્ષિત, મહેનતુ અને ઉત્સાહી ઉમેદવારની જરૂર
શિક્ષિત, મહેનતુ, ઉત્સાહી ઉમેદવાર હોવા જોઈએ. પોતાના વોર્ડના લોકો જ્યારે પોતાની વ્યથા કે કામ લઈને જાય ત્યારે પાછીપાની ન કરે અને ઉદાર દિલથી પ્રજાના કામ કરે તેવા હોવો જોઈએ. ચૂંટાયા પછી નિયમિત રીતે પોતાના વોર્ડમાં હાજરી આપે અને લોકોની સમસ્યા જાણી ઉકેલ લાવે તેવાની પસંદગી કરીશું. > ચિરાગ ભટ્ટ, શિક્ષક, સુંદરવન સોસાયટી, વોર્ડ નં.2

લોકસેવાની ખેવના ધરાવનારને પસંદ કરીશું
મોટાભાગના લોકો રાજકારણમાં માત્ર મોટા થવા આવે છે. લોકોની સેવાને બહાને આગળ વધે છે. હૃદયમાં સાચા અર્થમાં લોકસેવાનો ભાવ હોય અને લોક સેવાની ખેવના હોય તેવી વ્યક્તિ હોવી જોઈએ. ચૂંટાયા બાદ લોકોનો સંપર્ક જાળવી રાખે. સૌની સંવેદના સમજી સેવા કરે તેવા હોવા જોઇએ. > ડો.ઇન્તેખાબ અન્સારી, આસિ. પ્રોફેસર, મુસ્લિમ વેલ્ફેર સોસાયટી નવસારી.

ગાજે તેવા નહીં વરસે તેવા ઉમેદવાર હોવા જોઈએ
ઉમેદવાર પક્ષ કે જ્ઞાતિ આધારિત નહીં પણ સામાન્ય લોકોનો હોંકારો બને તેવા હોવા જોઇએ. માત્ર કહેવા પૂરતા કામ કરી ગાજે તેવા નહીં પણ મૂક સેવક બની વરસે તેવાની પસંદગી કરીશું. જે સાચાને સાચું અને ખોટું થતું હોય ત્યાં ચૂપ ન બેસે તેવા હોવા જોઈએ. > દિલીપ વેકરિયા, ગેરેજમાલિક, સારથી કોમ્પલેક્ષ, જલાલપોર

ચૂંટાયા પછી પક્ષનો નહીં લોકસેવક બને તે આવકાર્ય
ઉમેદવાર પક્ષ આધારિત હોય તો ચાલે પણ ચૂંટાયા બાદ તે જનતાના સેવક હોવા જોઈએ. જ્ઞાતિ કે પક્ષ આધારિત સેવા નહીં પણ લોકોની સેવા માટે સદા તત્પર હોય તેવા હોવા જોઈએ. સમાજને કાંઈક આપવાની ભાવના ધરાવતા યુવા અને શિક્ષિત ઉમેદવાર પહેલી પસંદ રહેશે. > રાજુ બુહા, બિઝનેસમેન, સત્યમપાર્ક, જલાલપોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો