નરેશ પટેલને મંત્રીપદ:નવસારીના ગણદેવીના ધારાસભ્ય કેબિનેટ મંત્રી બન્યા, આદિજાતિ વિકાસ, અન્ય અને નાગરિક પુરવઠા વિભાગના ખાતા સોંપાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2007માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા 2017માં ગણદેવી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા

ગુજરાતના નવા મંત્રી મંડળની આજે જાહેરાત કરવામા આવી છે જેમાં નવસારીની ગણદેવી બેઠક પરના ધારાસભ્ય નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. નરેશ પટેલને આદિજાતિ વિકાસ, અન્ય અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો સોંપવામા આવ્યો છે. નરેશ પટેલને મંત્રીપદ મળતા જ તેના ગામ રૂમલામાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

નરેશ પટેલની રાજકીય કારકિર્દી
નરેશ પટેલ વર્ષ 2007માં નવસારીની ચીખલી વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2012 વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા સીટ પર તેની હાર થઈ હતી. વર્ષ 2017માં નવસારીની ગણદેવી બેઠક પર મંગુભાઈ પટેલની ટિકિટ કપાતા નરેશ પટેલને ટિકિટ મળી હતી. જેમાં તેની જીત મળી હતી.

જાતિગત સમીકરણ
જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો નરેશ પટેલ ઢોડિયા આદિવાસી પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. જૂની કેબિનેટમાં સમાવિષ્ટ મોટા આદિવાસી નેતા ગણપત વસાવા રિપિટ થયા નથી. જેનો સીધો લાભ નરેશ પટેલને મળ્યો છે. સાથે જ નવસારી જિલ્લાની ચાર વિધાનસભા પૈકી એક વાંસદા સીટ પર કોંગ્રેસનો દબદબો છે જેને લઇને આગામી 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે સીધી ટક્કર મળે તેવા ઉદ્દેશ સાથે અને વિધાનસભામાં આદિવાસી મતો અંકે કરવા માટે પ્રદેશ નેતાગીરીએ નરેશ પટેલ પર દક્ષિણ ગુજરાતમાંથી કેબિનેટમાં પસંદગીનો કળશ ઢોળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...