નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં આવેલ નગરરચના-2 (દશેરા ટેકરી વિસ્તાર) (અંતિમ) અ.ન.નં.14 પ્લોટને પ્લે ગ્રાઉન્ડ કંપાઉન્ડ વોલ સાથે રમવાલાયક બનાવી આપવા બાબતે નગરસેવક દ્વારા બેવાર રજૂઆત કરી છતાં ચીફ ઓફિસર કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે રિમાઇન્ડર પત્ર લખવો પડી રહ્યો હોવાની જાણ નગરસેવકે કરી હતી.
નવસારીના વોર્ડ નંબર-13ના નગરસેવક વિજય રાઠોડે ચીફ ઓફિસરને આપેલા પત્રમાં જણાવ્યું કે વોર્ડ નં-13મા અર્બન હેલ્થ સેન્ટરની સામે અનામત રાખવામાં આવેલા પ્લે ગ્રાઉન્ડને તાકિદે વોર્ડ નંબર-13 વિસ્તારના તેમજ આજુબાજુના છોકરાઓ માટે રમવાલાયક પ્લેગ્રાઉન્ડ કંપાઉન્ડ વોલ સાથે બનાવી આપવા જરૂરી એવી તમામ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ વિસ્તારમાં બાળકો અને રમતપ્રેમીઓના હિત માટે રમતનું મેદાન બનાવાય તેવી અપીલ સાથે ભલામણ કરી હતી.
બે વાર પત્ર લખ્યો પણ કોઇ કાર્યવાહી નહીં
ચીફ ઓફિસરને સપ્ટેમ્બરમાં રજૂઆત કરી સામે જવાબ પણ આપ્યો પણ કોઈ કાર્યવાહી નહીં કરતા અંતે નગરસેવકોએ રિમાઇન્ડર કરવાની ફરજ પડી હતી. જો કે આ બાબતે ચીફ ઓફિસરને ફોન કરવા છતાં ફોન ઉપાડ્યો ન હતો. જોકે નગરસેવકોની રજૂઆતને કોઈપણ અધિકારીગંભીરતા થી નહીં લેતા હોવાની ચર્ચા થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.