તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ :ખદ:સૌરાષ્ટ્રથી સુરત આવતી બસમાં મુસાફરનું ભેદી મોત

નવાગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખીસ્સામાંથી જય ટ્રાવેલ્સની ટીકીટ મળી

તા. 26 નવેમ્બરે કોડીનારથી સુરત આવી રહેલી રામાનંદી ટ્રાવેલ્સની બસ નં (GJ- 03 AW- 9914માં કોડીનારથી જય ટ્રાવેલ્સમાંથી બુકીંગ કરેલા 23 પેસેન્જરો લઇ કંડકટર સાથે સુરત આવી રહ્યો હતો. 27 નવેમ્બરના સાડા ત્રણેક વાગે સુરત નજીક આંબોલી ગામની સીમમાં ને હા નં 48પર એસ્સાર પેટ્રોલપંપની સામે અમદાવાદથી મુંબઇ જતા માર્ગ પર બસ આવતા કંડકટર બસની કેબિનમાં બેઠેલા મુસાફરોને જાણ કરવા ગયો ત્યારે કેબિન નં 23માં બેઠેલો પુરૂષ મુસાફર નહીં ઉઠતા કંડકટરે ડ્રાઇવરને જાણ કરતા બસ થોભાવી હતી. મુસાફરને ઢંઢોળી જોતા મુસાફર નહીં ઉઠતા મરણ પામેલો હોવાનું જણાતા બસમાં બેઠેલા પેસેન્જરોને પૂછતા કોઇ ઓળખતા ન હોવાનું જણાવ્યું હતું.

ડ્રાઇવરે મુસાફરનાં ખીસ્સા તપાસતા જય ટ્રાવેલ્સની કોડીનારથી સુરતની ટીકીટ મળી હતી. જેથી જય ટ્રાવેલ્સમાં ફોન કરતા સદર ઈસમ કયાંનો છે તેની કોઇ નોંધ ન હોવાનું જણાવ્યું હતુ. બાદમાં કામરેજ પોલીસને જાણ કરી હતી. ચાલુ બસમાં અગમ્ય કારણથી મરણ જનાર યુવાનની ઉમર આશરે 35થી40 વર્ષની છે. તેણે આછા કેશરી રંગનુ આખીબાંયનુ શર્ટ તેમજ ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ છે. આ ઘટના અંગે ડ્રાઇવરે પોલીસમાં જાણ કરતા પોલીસે તેની નોંધ લઇ યુવાનની ઓળખ માટેનો પ્રયાસ હાથ ધર્યો છે. મોડી સાંજ સુધીમાં કામરેજ પોલીસ અજાણ્યા યુવાનની ઓળખ કરી શકી ન હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser