કોર્ટનો આદેશ:મુથુટ માઇક્રોફિનમાં રૂ. 36.89 લાખનું ફુલેકુ ફેરવનારા 4ને વધુ 2 દી’ના રિમાન્ડ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાણાંની રિકવરી કરવા પોલીસે વધુ રિમાન્ડની માંગ કરી હતી

નવસારીમાં મુથુટ માઇક્રોફિન લિ.માં પબ્લિક રિલેશન ઓફિસર તરીકે કામ કરતા 4 એજન્ટે ગ્રાહકો પાસે લોનની રકમ ઉઘરાવી રૂ. 36.89 લાખ જમા નહીં કરાવી મુથુટ લિ. કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ચારેય એજન્ટની પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરી વધુ 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા.

મુથુટ માઇક્રો ફિન લિમિટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુજીત રાજારામ પટેલે નવસારી પોલીસેમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે લોન ઉઘરાણી કરતા ધવલ નરેશ ચૌહાણ, કપિલ સોલંકી, મયંક પટેલ અને રિતેશ સોલંકીએ 407 ગ્રાહકો પાસેથી લોન ઉઘરાણી પેટે આપેલા રૂ. 36.89 લાખ જમા કરાવ્યા ન હતા. તેઓએ કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.

ફરિયાદને પગલે પોલીસે તમામની અટક કરી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મળ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ એજન્ટોએ ફુલેકુ ફેરવ્યાં બાદ રૂપિયાનો ક્યાંને કેવો ઉપયોગ કર્યો તે અંગે પોલીસ તપાસ બાકી હોવાથી વધુ બે દિવસના રિમાન્ડની માંગ્યાં હતા.

હજુ વધુ તપાસ બાકી છે
નવસારીના મુથુટ ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનારા 4 એજન્ટે ક્યાં નાણાં વપરાશ કર્યા, તે બાબતે રિકવરી કરવાની બાકી હોય અને આ બાબતે વધુ તપાસ બાકી હોય કોર્ટ પાસે વધુ રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. > ડો. જે.એન.જોશી, પીએસઆઈ, નવસારી ટાઉન

અન્ય સમાચારો પણ છે...