કોરોનાને કારણે દરેક ધાર્મિક પ્રવૃત્તિ પર બ્રેક લાગી હતી. ત્યારે હાલમાં કોરોનાની અસર ઓછી થતાં દરેક ધાર્મિક તહેવારો છૂટછાટ સાથે ઉજવાઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે સોમવારે ઈદની ઉજવણી મુસ્લીમ બિરાદરો ધામધૂમપૂર્વક કરી રહ્યા છે. નવસારી શહેરમાં જય શંકર પાર્ટી પ્લોટ પાસે આવેલી ઇદગાહ પર હજારો મુસ્લિમ બિરાદરોએ આજે સવારે સાડા આઠ વાગ્યે નમાજ અદા કરીને એકબીજાના ગળે મળીને ઈદની ઉજવણી શરૂ કરી હતી.
ઈદના દિવસે ઇદગાહ પર નમાજ પઢવી એ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે લોકડાઉનના લાંબા સમય બાદ અહીં નમાજ પઢવામાં આવી છે. આ વર્ષે મુસ્લિમ બિરાદરોએ ધામધૂમથી ઈદની ઉજવણી કરી છે. 30મા દિવસે ચાંદ દેખાતાં બીજા દિવસે એટલે કે આજે ઈદની ઉજવણી વિશ્વમાં થઈ રહી છે. ત્યારે નવસારી જિલ્લાના મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ગળે મળીને મીઠું ખવડાવી ઈદની ઉજવણી કરી છે.
કાળઝાળ ગરમીમાં મુસ્લિમ સમાજ દ્વારા કઠણાઈથી રોઝા રાખીને આજના દિવસે રોઝામાંથી મુક્તિ મેળવી હતી. આજે વિવિધ વાનગીઓ આરોગીને તેઓ ઉપવાસ છોડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.