તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂની અદાવતમાં હત્યા:નવસારીમાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખનું મર્ડર, ચાર વર્ષ પહેલા થયેલી યુવકની હત્યાનું વેર વળાયું

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીની ઘેલખડી વિસ્તારમાં 6 જેટલા શખ્સોએ હત્યાને અંજામ આપ્યો

નવસારીના ઘેલખડી વિસ્તારમાં ગતરાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ યુવકની જાહેરમાં હત્યા નિપજાવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જૂની અદાવતના કારણે યુવકનું ઢીમ ઢાળી દેવાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે 6 પૈકીના 4 આરોપીઓને રાઉન્ડ અપ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2017માં થયેલી યુવકની હત્યાનો બદલો લેવાયો

વાત 2017ની છે કે જ્યારે ઘેલખડી વિસ્તારમાં ગરબા રમવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં નિલેશ વનમ નામના યુવકની હત્યા થઈ હતી. જેમાં પાંચ જેટલા લોકોની કથિત સંડોવણી બહાર આવી હતી આ પાંચ આરોપી પૈકી હાલમાં મૃત્યુ પામેલા શૈલેષ પરમારનું નામ પણ બહાર આવ્યું હતું. જેને પગલે થોડા દિવસો બાદ હત્યા મામલે સમાધાન થયું હતું અને મૃતકના પરિવારને કથિત આરોપીઓએ આશરે 45 લાખ રૂપિયા આપીને મામલો શાંત પાડયો હતો.

ચાર વર્ષથી શૈલેષ પરમારની હત્યાનો પ્લાન કરી રહેલા ઉમેશ અને તેના સાથીઓને ગત રોજ સાડા દસ વાગ્યે ઘેલખડી વિસ્તારમાં મોકો મળતા રિક્ષામાં બેસીને આવેલા સુમિત પ્રકાશ જાદવ, ઉમેશ વનમ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજીત મિશ્રા, રાજેશ દિવાકર, એ ઘાતક હથિયારો સાથે શૈલેષ પરમારનું કાસળ કાઢયું હતું. હત્યા કરી તમામ ઘટના સ્થળેથી નાસી ગયા હતા

શૈલેષ પરમારને સ્થાનિકોએ તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા બાદ ત્યાં ફરજ પર હાજર ડોક્ટર એ શૈલેષ પરમારને મૃત ઘોષિત કર્યું હતું પોલીસે આ મામલે રાત્રે એક વાગ્યે ફરિયાદ નોંધીને સવારના ચાર વાગ્યા સુધીમાં ચાર ઈસમો અટક કરી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ શૈલેષ પરમાર અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો અને ભાજપના માજી યુવા મોરચાના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી હતી હત્યામાં મૃત્યુ પામનાર શૈલેષ પરમાર ડ્રાઇવિંગ નો વ્યવસાય કરતા હતો અને તેઓ ઘરમાં કમાનાર એકમાત્ર વ્યક્તિ હતા તેમની સાથે તેમના માતા-પિતાને પત્ની રહે છે.

હાર્દિક નાયકા કે જેમન મૃતક માસા થતા હતા તેમના જણાવ્યા મુજબ રાત્રે 10 વાગ્યાની આસપાસ માસા ઘરેથી જેવા જ બહાર નીકળ્યા તેવા જ કેટલાક ઈસમોએ હથોડી, ચપ્પુ જેવા ધારદાર હથિયાર સાથે તૂટી પડ્યા હતા અને તેમનું મોત નિપજવ્યું હતું,2017માં થયેલી હત્યામાં સમાધાન થયા હોવા છતાં બદલાની ભાવનાથી હત્યા કરાઈ છે.

આ સમગ્ર મામલે પોલીસે ત્વરિત એક્શનમાં આવીને 4 કલાકથી ઓછા સમયમાં મર્ડરની ઘટનાને ઉકેલી 4 આરોપીની અટક કરી છે. હાલમાં તેમની કોવિડ ગાઈડલાઈન મુજબ ટેસ્ટ માટે લઈ જવાયા છે.

જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક બી એસ મોરીના જણાવ્યા મુજબ 2017 માં થયેલી હત્યાની જૂની અદાવતમાં શૈલેષ પરમાર નામના યુવકની છ જેટલા ઈસમોએ હત્યા કરી છે. જેમાં પોલીસે ચાર કલાકની અંદર મુખ્ય ચાર આરોપીને ડીટેઈન કર્યા છે અને વધુ બેને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે કોવિડ ગાઇડલાઇન મુજબ તમામના ટેસ્ટ કર્યા બાદ તેમની ધરપકડ બતાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...