પરિપત્ર:પાલિકાની વેરા પ્રોત્સાહન યોજના વધુ 2 મહિના લંબાઇ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે મુદત લંબાવતો પરિપત્ર જારી કર્યો

નવસારી વિજલપોર પાલિકા હવે મિલકતધારકોને વેરામાં 31 જુલાઈ સુધી રાહત આપશે. આઝાદીના અમૃત વર્ષ અંતર્ગત સરકારે વેરા પ્રોત્સાહન યોજના જાહેર કરી હતી,જેની મુદત 31 મે રાખવામાં આવી હતી. જોકે સરકારે 1 જુનના રોજ એક પરિપત્ર બહાર પાડી યોજનાની મુદત વધારી છે.

જેનો લાભ અહીંની નવસારી વિજલપોર પાલિકાને પણ મળશે. આ પરિપત્ર મુજબ હવે 30 જૂન સુધીમાં વેરો એડવાન્સ ભરનારને 7 ટકા વળતર તેમજ મોબાઈલ એપ કે ઓનલાઈન સિટીઝન પોર્ટલ મારફત વેરો ભરનાઇ કરવા પર વધુ 5 ટકા વળતર મળશે.

વધુમાં 1જુલાઈથી 31 જુલાઈ સુધીમાં વેરો એડવાન્સ ભરનારને 5 ટકા વળતર અને અને આજ સમયમાં મોબાઈલ એપ કે ઓનલાઈન સિટીઝન પોર્ટલ મારફત વેરો ભરપાઈ કરવા પર વધુ 5 ટકા વળતર મળી શકશે. જોકે આ પરિપત્ર પર અગાઉના વર્ષોની વેરા રકમ ભરપાઈ કરવા માટે કોઈ વળતર મળશે નહીં એમ પણ જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે વેરા પ્રોત્સાહન યોજના અંતર્ગત છેલ્લા એક મહિના દરમિયાન નવસારી વિજલપોર પાલિકાએ 1 કરોડથી વધુની વસૂલાત કરી હોવાનો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...