તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:વિજલપોર વિસ્તારના પાલિકા સભ્યો વૃક્ષારોપણ કાર્યક્રમથી અળગા રહ્યાં

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ દિવસથી અસંતુષ્ટ જુથની નારાજગી યથાવત

નવસારી-વિજલપોર પાલિકાના પર્યાવરણ દિવસના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપના અસંતુષ્ટ જૂથના મોટાભાગના કાર્યક્રમો ગેરહાજર રહેતા 5 દિવસથી ચાલી આવતી નારાજગી દૂર થઈ ન હતી. નવસારી-વિજલપોર પાલિકામાં સોમવારે રચાયેલ કમિટીઓમાં ચેરમેનશીપ લઈને ધારાસભ્ય આર.સી.પટેલના મત વિસ્તારમાં આવતા 5 વોર્ડના 20 સભ્ય તે જ દિવસે યોજાયેલ ઓનલાઈન સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા, ત્યારબાદ આ 20 સભ્યો મહદઅંશે પાલિકામાં આવવાનું ટાળ્યું જ છે.

આ દરમિયાન શનિવારે પર્યાવરણ દિવસ હોય પાલિકા દ્વારા શહેરની તુલસીવન સોસાયટી નજીક આવેલ પ્લોટ ઉપર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ, પાલિકા પ્રમુખ જીગીશ શાહ સહિત અનેક સભ્યો હાજર રહ્યાં હતા. પાલિકાના આ કાર્યક્રમમાં ઉક્ત નારાજ મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યાં હતા. છેલ્લા કેટલાક દિવસથી પાલિકામાં સમાધાન થઈ જવાની વાત હતી પણ શનિવારના કાર્યક્રમમાં ગેરહાજરીએ હજુ સમાધાન થયું નહીં હોવાની ગવાહી પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...