• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Mumbai's Pragnyachakshu Yuvan's Cycle Tour Will Complete 7500 Km India Tour In 45 Days With The Aim Of Bringing Awareness In The Society.

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો:સમાજમાં જાગરૂકતા લાવવાના ઉદ્દેશ્ય સાથે મુંબઇના પ્રજ્ઞાચક્ષુ યુવાનની સાયકલયાત્રા, 45 દિવસમાં 7500 કિમીની ભારત ભ્રમણની યાત્રા પૂરી કરશે

નવસારી14 દિવસ પહેલા
  • પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા અને રોડ સેફ્ટી જેવા સળગતા મુદ્દાઓને લઈને કરશે યાત્રા
  • મુંબઈના ઇન્ડિયા ગેટથી બ્લાઇન્ડ સાયકલિંગની કરી શરૂઆત, આજે નવસારી આવી પહોંચ્યો
  • અજયે સાયકલિંગ, રોક કલાયબ્લિંગ, સ્વિમિંગ સહિતના સ્પોર્ટ્સમાં દેખાડ્યું સાહસ
  • પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિમાલયમાં 17 હજાર અને 20 હજાર એમ બે વાર ટ્રેકિંગ પણ કરી ચુક્યો છે અજય
  • યુવાનને માર્ગદર્શીત કરવા 18 સભ્યોની ટીમ પણ તેની સાથે જોડાઈ

મુંબઈના 25 વર્ષીય પ્રજ્ઞાચક્ષુ યુવાન અજય લાલવાણી મુંબઈના ઇન્ડિયા ગેટથી બ્લાઇન્ડ સાયકલિંગની શરૂઆત કર્યા બાદ આજે મંગળવારે નવસારી ખાતે આવી પહોંચ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આ યુવકે જીવનને એક આગવા અંદાજમાં જીવ્યું છે. અજયે સાયકલિંગ, રોક કલાયબ્લિંગ, સ્વિમિંગ સહિતના સ્પોર્ટ્સમાં સાહસ દેખાડી પ્રજ્ઞાચક્ષુ પણ સામાન્ય વ્યક્તિની જેમ શિખરો સર કરી શકે છે એનો સંદેશ આપ્યો છે.

15 નવેમ્બરથી અજયે મુંબઈના ઇન્ડિયા ગેટ ખાતેથી રોડ સેફટી અને પ્રજ્ઞાચક્ષુઓ માટે સમાજમાં જાગરૂકતા સાથેના સંદેશ સાથે બ્લાઇન્ડ સાયકલિંગ અભિયાન આરંભ્યું હતું. અજય સાથે તેને સાયકલિંગમાં માર્ગદર્શન આપવા 18 સભ્યોની ટીમ પણ છે. એક દિવસના પ્રવાસ બાદ પ્રજ્ઞાચક્ષુ અજય આજે નવસારી પહોંચ્યો હતો. અજય વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવા માંગે છે. જેથી કરીને એ એવરેસ્ટ ચઢવા માટે પોતાની ક્ષમતા પણ વધારી રહ્યો છે. અજય મુંબઈથી શ્રીનગર, શ્રીનગરથી કન્યાકુમારી અને કન્યાકુમારીથી મુંબઇ સુધીનું ભારત ભ્રમણ 45 દિવસમાં 7500થી વધુ કિમી સાયકલ ચલાવીને પુરૂ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની ચાહના રાખનાર અજય લાલવાની પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં હિમાલયમાં 17 હજાર અને 20 હજાર એમ બે વાર ટ્રેકિંગ પણ કરી ચુક્યો છે.

અજય લાલવાણીના જણાવ્યા મુજબ તે સોશિયલ અવેરનેસના વિવિધ સંદેશાઓ સાથે સાયકલિંગ કરીને લોકોને જાગૃત કરવા માંગે છે. જેમાં ભારત દેશમાં અનેક રસ્તાઓ પર હજુ પણ સ્ટ્રીટ લાઈટના અભાવ સાથે પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યે લોકોનો જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તેમજ રોડ સેફ્ટી જેવા સળગતા મુદ્દાઓને લઈને દેશમાં સાત હજાર કિલોમીટર સાયકલિંગ કરીને આ યુવાન લોકોને જાગૃત કરશે.

અન્ય સમાચારો પણ છે...