તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગરપાલિકા ઓનલાઈન ચલાવવાનો વિરોધ કરનારા આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ આપના કોર્પોરેટર પર પોલીસ તેમજ સાર્જન્ટો દ્વારા જે બિભત્સ વર્તન કરાયું તેના વિરોધમાં નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ ગુરૂવારે નવસારી જિલ્લા કલેકટર કચેરી સામે આક્રોશ ઠાલવ્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના બેનરો સળગાવી આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ચંદ્રકાંત રાણા, દ.ગુજરાત સહ સંગઠનમંત્રી રાજુભાઈ ગોદાણી, નવસારી જિલ્લા લીગલ સેલના પ્રમુખ એડવોકેટ અમીત કચવે, ઉપપ્રમુખ વસીમ પાનવાલા, મહિલા ઉપપ્રમુખ કાવ્યા મેતાલી સહિત 30થી 40 કાર્યકરોએ સુરત મનપા ઓનલાઈન ચલાવવાનો વિરોધ કરનારા આપના વિરોધ પક્ષના નેતા તેમજ આપના કોર્પોરેટર પર જે પોલીસ તેમજ સાર્જન્ટો દ્વારા કાર્યવાહી કરાઈ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો.
સુરતમાં આપના કાર્યકરો પર જે અત્યાચારો પોલીસને હાથો બનાવી કરાયા હતા અને કોઈ ગુનેગાર સાથે વર્તન કરતા હોય તેવું વર્તન નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના ઈશારે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી વાંધો ઉઠાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સી.આર.પાટીલના બેનરો સળગાવી ભાજપની હાય હાય, પાટીલ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગીના નારા સાથે તેમના બેનરો સળગાવી વિરોધ દર્શાવાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અચાનક જ આ કાર્યક્રમ આપી તંત્રને પણ ચોંકાવી દીધું હતું.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.