તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:ગણદેવી તાલુકામાં 25 કરોડના વિકાસ કામોનું સાંસદના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં વિકાસલક્ષી કામો ઉપર બ્રેક લાગી ગઇ હતી અને ધીમે-ધીમે પરિસ્થિતિ સામાન્ય થતા ફરી એકવાર વિકાસના કામોની શરૂઆત કરી દેવામાં આવી છે.

નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીને કિનારે વસેલુ ઘોલ ગામ ચોમાસામાં નદી બંને કાંઠે વહેતા સંપર્ક વિહોણું થતુ હતું. જેમાં ગામ લોકોએ ગામમાં જવા નાવડી કે બોટનો ઉપયોગ કરવો પડતો હતો. ઘોલ ગામમાં જવા માટેના રસ્તા પર ગ્રામીણો લાંબા સમયથી પુલની માંગણી કરતા હતા. જેને ધ્યાને લઇ સરકાર દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનાવ્યો છે,

જેનું લોકાર્પણ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. અંબિકા નદી કિનારે વસેલા આ ગામ માં પાણીનું પ્રમાણ વધતા ગામ પંદર દિવસથી વધારે સંપર્ક વિહોણું રહેતું હતું અને ગામમાં વસતા 5000થી વધુ લોકો પ્રભાવિત થતા હતા આ પુલ બનવાથી ગામના લોકો એક રાહતનો શ્વાસ લીધો છે. ગણદેવીના નાગરિકો માટે અતિ ઉપયોગી થનાર કામોની વાત કરવામાં આવે તો બીગરી ચાર રસ્તાથી થી ધોલાઈ બંદર તરફ જતા રસ્તા નું કામ કરવામાં આવશે જે 6.5 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો બનવા જઈ રહ્યો છે. ધોલાઈ અને પોસરી વિસ્તારમાં વીજપુરવઠો કાયમી રહે તે માટે 66 કેવી લાઇન નાખવામાં આવી રહી છે

જે માટે 5 કરોડનું બજેટમાં અમલી બન્યું છે.વરસાદી માહોલમાં ઘોલ ગામ દર વર્ષે સંપર્ક વિહોણું બને છે ત્યારે 4 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલનું લોકાર્પણ પાટિલ દ્વારા કરવામાં આવ્યું. સાથે જ માછીયાવાસણ થી કનેરા ગામની જોડતા 6.5 કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે ત્યારબાદ પિંજરા ગ્રામ ગ્રામ પંચાયત મકાનનું લોકાર્પણ સી આર પાટીલ ના હસ્તે થયું.સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જણાવ્યા મુજબ આ વિસ્તારના ધારસભ્ય નરેશ પટેલને છેલ્લા અનેક વર્ષોથી માંગ હતી કે વરસાદમાં 10 દિવસ આ ગામ સંપર્ક વિહોણા થતા આ ગામની મુશ્કેલી દૂર થાય તે માટે બ્રિજ બનાવવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા,રાજ્ય સરકારે બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવતા હવે લોકોને વરસાદી સીઝનમાં મુશ્કેલી નહિ રહે.

અન્ય સમાચારો પણ છે...