આંચકા:નવસારી જિલ્લાના પેટાળમાં હલચલ : 5 દિવસમાં ભૂકંપના 6 આંચકા

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
2.5ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ તો કૃષ્ણપુરના દરિયાકાંઠે નોંધાયું - Divya Bhaskar
2.5ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ તો કૃષ્ણપુરના દરિયાકાંઠે નોંધાયું
  • સિસમોલોજીકલ વિભાગમાં નોંધાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી લોકો પણ અજાણ
  • હળવા ભૂકંપનું કેન્દ્રબિંદુ ચાપલધરા, જોગવાડ, ભીનાર, જૂજ, વાંસદા નેશનલ પાર્ક નજીક અને કાંઠા વિસ્તારમાં હતું

નવસારી જિલ્લામાં છેલ્લા 5 દિવસમાં 6 વખત પેટાળમાં હળવા કંપનો થઈ રહ્યાનો સિસમોલોજીકલ વિભાગનો રિપોર્ટ દર્શાવી રહ્યો છે. જોકે તેની તીવ્રતા ખૂબ જ ઓછી હોય મહદઅંશે લોકોને અનુભવ પણ થઈ રહ્યો નથી.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભૂકંપના હળવા ઝટકા આવી રહ્યા છે. મોટેભાગના કંપનોની તીવ્રતા 2 યા 2.5ની નિચેની જ હોઈ કોઈ મોટી અસર યા નુકસાની થઈ નથી. ચોમાસાના અંતમાં યા ચોમાસુ વીતતા આ કંપનો થઈ રહ્યાનું જોવાયું છે. હાલ ચોમાસુ પૂર્ણ થવા તરફ જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં પુન: ભૂકંપના અતિ હળવા કંપનો પેટાળમાં શરૂ થઈ ગયા છે. 23 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરના 5 દિવસમાં 6 વખત નવસારી જિલ્લામાં યા તેને લગોલગ અડીને આવેલા વિસ્તારમાં આ અતિ હળવા ભૂકંપનું કેન્દ્રબીદુ હતું. જે કંપન થયા તેમાં 3 કંપન તો 27મીને રવિવારે જ થયા હતા, જેનું કેન્દ્રબિંદુ જોગવાડ ગામથી થોડે દુર,ચાપલધરા નજીક અને જૂજ નજીક હતું.આ ઉપરાંત 25મીએ વાંસદા નેશનલ પાર્ક વિસ્તાર નજીક અને ભીનાર નજીક કેન્દ્રબિંદુ હતા તો 23મી સપ્ટેમ્બરે રાત્રે તો જિલ્લાની પશ્ચિમે નવસારીના દરિયાકાંઠા વિસ્તારમાં પણ 2.5 ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો હતો. મહત્વની બાબત એ હતી કે કંપનો સિસમોલોજીકલ વિભાગની માપણીમાં તો આ ભૂકંપ આવ્યા પણ તેની કોઈ અસર જોવા મળી ન હતી અને લોકોને અનુભવ પણ થયો ન હતો.

2.5ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ તો કૃષ્ણપુરના દરિયાકાંઠે નોંધાયું
આમ તો વાંસદા તાલુકામાં તથા તેને લાગુ મહુવા તાલુકામાં તો ત્રણેક વર્ષથી ભૂકંપ આવતા રહ્યા છે અને હાલ પણ શરૂ થયા છે પરંતુ નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારના પેટાળમાં કંપન થયાનું જોવાયું ન હતું. જોકે 5 દિવસ પહેલા 23મી સપ્ટેમ્બરની મધરાતે જે કંપન થયા તેનું કેન્દ્રબિંદુ તો કાંઠા વિસ્તારમાં આવેલ કૃષ્ણપુર હતું અને કંપન 2.5 તીવ્રતાનો એમ સિસમોલોજીકલ વિભાગનો રિપોર્ટ બતાવે છે. જોકે કૃષ્ણપુરના સરપંચ ચિરાગ ટંડેલના જણાવ્યા મુજબ આ કંપન ગામમાં અનુભવાયા ન હતા અને ખબર પડી ન હતી.

ત્રણ વર્ષમાં બે વાર સિસમોલોજીકલ ટીમ તપાસમાં આવી, વરસાદથી કંપનનું તારણ
જિલ્લામાં ખાસ કરીને વાંસદા તાલુકામાં ત્રણેક વર્ષથી આવતા ભૂકંપના આંચકા સંદર્ભે તપાસ કરવા બે વર્ષ પહેલાં અને ગત વર્ષે પણ સરકારની સિસમોલોજીકલ વિભાગની ટીમ આવી હતી. જોકે આ તપાસ દરમિયાન ચોમાસામાં વરસાદનું પાણી ભૂગર્ભમાં જતા પેટાળમાં ખડક વિગેરેની સ્થિતિ બદલાતા હળવા ભૂકંપ આવતા હોવાનું તારણ નિકળ્યું હતું.

અમને આંચકો અનુભવાયો નથી
આમરા ગામમાં સવારે 11:12 કલાકે ભૂકંપના હળવા આંચકા સિસમોલોજીક વિભાગમાં નોંધાયા છે પરંતું અમને આંચકાનો કોઇ અનુંભવ થયો નથી. - ઉમેશભાઈ પરમાર, આગ્રણી, ચાંપલધરા

વરસાદથી ફોલ્ટલાઈન પર પ્રેશર આવતા ફાટ પહોળી થવાથી કંપન અનુભવાય છે
વરસાદનું પાણી પેટાળમાં જતા પેટાળથી જતી ભૂકંપની ફોલ્ટલાઈન ઉપર પ્રેશર આવે અને તેની ફાટ પહોળી થતા કંપન અનુભવાઈ છે. સાપુતારા જેવા વિસ્તારમાં માટી ધસી પડવાની ઘટના પણ બને છે. ગ્રામ્ય વિસ્તારમાં વધુ ઉંચાઈના મકાનો ન હોવાથી ઘણા કંપનોની ખબર પડતી નથી. - ડો જયેશ નાયક, ખખવાડા, પર્યાવરણ અભ્યાસુ

તંત્રના ચોપડે 6 આંચકા ક્યાં ક્યારે નોંધાયા

તારીખસમયતીવ્રતાકેન્દ્રબિન્દુ
23.09રાત્રે 1.272.5કૃષ્ણપુર
25.09સવારે 10.491.6ભીનાર નજીક
25.09સવારે 10.531.5

વાંસદા નેશનલ પાર્ક

27.09રાત્રે 3.042.4જોગવાડ નજીક
27.09સવારે 11.121.7ચાપલધરા નજીક
27.09સાંજે 4.131.7જૂજ
અન્ય સમાચારો પણ છે...