નવસારી જિલ્લામાંથી એક દીકરીએ 181 માં કોલ કરી માહિતી આપી હતી કે તેની મમ્મી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. 181 અભયમ હેલ્પલાઇન ટીમે તાત્કાલિક મહિલાના ઘરે પહોંચી તેને આત્મહત્યા કરતા રોકી હતી. મહિલાને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરવી તેમની સાથે ખોટું થતા તેમની સામે લડવાની હિમ્મત આપી હતી.
મહિલાના લગ્નને સાત વર્ષ જેટલો સમય થયો હતો. મહિલાના પતિએ થોડો સમય સારું વર્તન રાખ્યા બાદ છેલ્લા ત્રણ મહિનાથી કોઈ સબંધ રાખતો નથી અને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા છે. તેમની બે દીકરી છે. તેમના પતિ માનસિક અને શારીરિક રીતે રોજ હેરાનગતિ કરતા હતા અને બહાર કોઈ સાથે વાતચીત પણ કરવા ના દેતા હતા અને હાલ મહિલાના નામે લોન લઇ દેવું કરી અન્ય સ્ત્રી સાથે ભાગી ગયા હતા. જો તે ફરિયાદ કરે તો ઈજ્જત જશે તેમ વિચારી મહિલા ત્રાસ સહન કરતા હતા.
અભયમ ટીમે મહિલાને સમજાવ્યું કે દરેક સમસ્યાનો માર્ગ હોય છે. આત્મહત્યા કરવી એ સમાધાન નથી. માનવ જીવન એકજ વાર મળે છે જેથી આત્મહત્યા કરવું નહી. તમારા પતિ તમને ડરાવે છે તો ડર્યા વગર તેમનો સામનો કરવો. આત્મહત્યા કરવાનો વિચાર છોડી દો અને તમારી દીકરી હજી નાની છે તેમનો વિચાર કરવા જણાવ્યું હતું તેમજ તેમને કાયદાકીય સમજ આપી હતી. અભયમ ટીમે હિમ્મત આપતા મહિલાએ હવે આત્મહત્યા નહિ કરૂ તેવી ખાત્રી આપી હતી. આમ, અભયમ ટીમે મહિલાને આત્મહત્યા કરતી અટકાવી સરાહનીય કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.