તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:પથારીવશ દીકરીના ન્યાય માટે જમાઇ વિરૂદ્ધ સાસુની ફરિયાદ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ પેટે પૈસાની માંગણી કરી ત્રાસ આપ્યાની રાવ

નવસારીમાં પથારીવશ દીકરીના સાસરિયા વિરૂદ્ધ માતાએ દીકરીને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની અને દહેજની માંગણી કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છેે. નવસારીમાં દિપાલી શાહ (રહે. તીઘરા વાડી પાસે, નવસારી)એ દીકરીના સાસરિયા વિરૂદ્ધ નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે તેમની મોટી દીકરી પૂજાના લગ્ન નવસારીમાં રહેતા આકાશ મશરૂ સાથે વર્ષ-2015માં થયા હતા.

એક વર્ષ સારી રીતે રાખ્યાં બાદ તેમની દીકરી ધોરણ-12 પાસ હોય તેને કોલેજનો અભ્યાસ કરવાની ઈચ્છા હતી પરંતુ પતિ અને સાસરિયાઓએ જવા દીધી ન હતી. બાદમાં સાસુ-સસરા મેણાટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. તેમનું ઘર નાનુ હોય ભાડેથી રહેવા ગયા હતા. તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો તેના 15 દિવસ બાદ પુજાને ઉલટી થતા ડોક્ટર પાસે જતા ડોક્ટરે જણાવ્યું કે ડિલિવરી બાદ તેમના ખાવા-પીવાની યોગ્ય સંભાળ ન રાખતા તેમની તબિયત બગડી હતી.

બાદમાં પુત્રની બાબરી માટે રૂ. 1.50 લાખ સાસરેથી મંગાવ્યા હતા. વર્ષ-2019માં તેમની દીકરીને શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલા પોલીસમાં અરજી કરી હતી પરંતુ બન્ને પક્ષે સમાધાન થયું હતું. ત્યારબાદ ભાડેના રૂમમાં રહેવા ગયા હતા.

તબિયત બગડી જતા સુરત હોસ્પિટલમાં સારવાર માટે ગયા તેમાં પણ તેમના પતિએ કોઈ નાણાંકીય સહાય કરી ન હતી. છેલ્લા 3 મહિનાથી તેમની દીકરી પૂજા તેમજ તેણીનો દીકરો સાથે રહે છે. પૂજા હાલ પથારીવશ છે. દિપાલીબેને દીકરીના પતિ, સાસુ અને સસરા સહિત 3 સામે એકબીજાની મદદગારીથી તેમની દીકરીને ઢીકમુક્કીનો માર મારી, દહેજ પેટે પૈસાની માંગણી કરી ત્રાસ આપ્યો હોય જેથી તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ પોલીસમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...