તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:વોર્ડ-6માં આદિવાસી-મુસ્લિમ મતદારો વધુ, કાંટે કી ટક્કર

નવસારી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ મતદાર 19565 છે,જેમાં પુરુષ 9826 અને સ્ત્રી 9736 છે, વિસ્તાર મોટો અને મતદાર વધુ છે
 • જિલ્લાની મુખ્ય કચેરીઓ આ વોર્ડમાં, માછી, જૈન, કોળી, પારસી, અનાવિલના મતો પણ નિર્ણાયક રહેશે

નવસારી જિલ્લાની મોટેભાગની મુખ્ય કચેરીઓ નવરચિત નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ 6 માં જ આવેલી છે. આ વોર્ડમાં નવસારી પૂર્વના અનેક વિસ્તાર સાથે પાલિકામાં સમાંવાયેલ કાલિયાવાડી પણ છે. મોટાબજાર મોટી મસ્જિદથી ઝવેરિસદક, પાંચ હાટડી, જુનાથાના થઈ કાલિયાવાડી અંત સુધી વોર્ડ ફેલાયેલો છે. વોર્ડમાં જુનાથાના, કાલિયાવાડીમાં આવેલ મુખ્ય સરકારી કચેરી, કોર્ટ વિગેરે પણ આવેલ છે.

નવરચિત વોર્ડ 6માં કુલ 19565 મતદારો છે. જેમાં પુરુષ મતદાર 9826 અને સ્ત્રી મતદાર 9736 છે. આ વોર્ડમાં વધુ મતદાર આદિવાસી અને મુસ્લિમ છે. ઉપરાંત માછી, જૈન, કોળી, અનાવિલ, ક્ષત્રિય વિગેરે મતદાર પણ નોંધનીય છે. પારસી મતદારો પણ સારી સંખ્યામાં હોવાનું જાણવા મળે છે. વિસ્તાર અને મતદાર બન્ને રીતે આ વોર્ડ ખૂબ મોટો છે. નવસારીના કેટલાક વોર્ડ ઉપરાંત કાલિયાવાડી પણ વોર્ડમાં સમાંવાયું હોય ઉમેદવારી કરનારા માટે ઘણો વિસ્તાર અપરિચિત રહેશે. કોંગ્રેસે ચૂંટણીમાં નવસારી પાલિકાના ગત ટર્મના 3 કાઉન્સિલરોને પુનઃ ઉતાર્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર પ્રમાણમાં નવા છે. આ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર થશે એવી પૂરી શક્યતા છે. હારજીતનો તફાવત નજીવો રહેશે.

વોર્ડ નં. 6માં સમાવિષ્ટ વિસ્તાર
મોટા બજાર મોટી મસ્જીદ વિસ્તાર, હનુમાન મંદિર વિસ્તાર, ઝવેરી સડકનો મહત્તમ વિસ્તાર, વ્હોરવાડ વિસ્તાર, કંસારવાડ રોડ વિસ્તાર, હવેલી મહોલ્લા વિસ્તાર, અજીત સ્ટ્રીટ વિસ્તાર, ભેંસતખાડા વિસ્તાર, પુરવાડ વિસ્તાર, ઇસ્લામપુરા નજીકનો વિસ્તાર, સ્વીમિંગ પુલ નજીકનો વિસ્તાર, જુનાથાણામાં તલાવડી વિસ્તાર, એસ.પી. ઓફિસ વિસ્તાર, જુનાથાણા સરકારી વસાહત વિસ્તાર, આર જે જે નજીકનો વિસ્તાર, પાંચહાટડી વિસ્તાર, ચારપુલ વિસ્તાર, દરગાહ રોડ, લંગરવાડ વિસ્તાર, કોર્ટની સામેનો વિસ્તાર, જૂના આવાબાગ વિસ્તાર, શખેશ્વર સોસાયટી વિસ્તાર અને કાલિયાવાડી ગામ વિસ્તાર.

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર
ભાજપે પોતાના ચારેય ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાં પરેશ પટેલ, ઉષાબેન પટેલ, રૂબીના રંગરેજ અને અમ્રતભાઇ ઢીમ્મરનો સમાવેશ થાય છે. કોંગ્રેસે 3 ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં ઇકબાલ ઉષ્માની, પિયુષ ઢીમ્મર અને હેમાંબેન રાઠોડનો સમાવેશ કર્યો છે.

4 બેઠકમાં 3 સામાન્ય અને 1 આદિજાતિ
વોર્ડની 4 બેઠકોમાં 3 બેઠકો સામાન્ય વર્ગને ફાળવાઇ છે. સ્ત્રીની 2 બેઠકોમાં એક સામાન્ય છે. જ્યારે એક બેઠક અનુચૂચિત આદિજાતિ વર્ગને ફાળવાઇ છે. સ્ત્રી અનામત સિવાયની બન્ને બેઠકો સામાન્ય વર્ગની છે.

જેવું વાવશો તેવુું લણશો,સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

108 જેવી સેવા આપનાર જ પહેલી પસંદ
અમારા વોર્ડમાં અગાઉથી જ 108 જેવી સુવિધા આપનારા કોર્પોરેટર છે એટલે મારી પહેલી પસંદગી આવા જ વ્યક્તિઓની તરફેણમાં છે. વ્યક્તિગત કે જ્ઞાતિના આધારે નહીં, પરંતુ તેમની લોકો માટેની સેવાને જ પ્રાધાન્ય આપીશું. તેઓ આવી સેવા કરતા રહે તેવી જ અપેક્ષા રાખીએ છીએ. તેઓ આ અપેક્ષ પર ખરા ઉતરી શકે તે જરૂરી છે. > કનૈયાલાલ ઢીમ્મર, સ્થાનિક, વોર્ડ નં. 6

લોકોની સેવા કરનાર ઉમેદવાર હોવો જોઇએ
વોર્ડમાં નવા ઉમેદવાર પ્રતિભાશાળી હોવા જોઇએ. ઉપરાંત તેમની પાસે સેવા કરવાની ક્વોલીટી હોવી જોઇએ કારણ કે, ઘણી વખત વોર્ડમાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા બાદ કોર્પોરેટર લોકોને મળવાનું તો દૂર તેમની સ્થિતિ અંગે કે સમસ્યાનું નિરાકરણ કરવા દેખાતા પણ નથી. સેવા સાથે જોડાયેલા ઉમેદવાર જ અમારી પહેલી પસંદગી રહેશે. > કૃણાલ પરમાર, આસિસ્ટન્ટ મેનેજર, બેંક, વોર્ડ નં.6

કામ કરાવી શકે તેવા સક્ષમ સેવક ચૂંટીશું
પાર્ટી કે જ્ઞાતિ જોઇને મતદાન કરીશ નહીં, પણ જે ઉમેદવાર સેવાભાવી હોય, સુધરાઇમાં કામ કરાવી શકે તેવો સક્રિય હોય, વખતો વખત અમારૂ કામ પડે ત્યારે તાત્કાલિક કામ કરે તેવા હોય તેને જ મત આપીશું. અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા મોટી છે તે હલ થવી જોઇએ. > સુલેમાન ભાયાત, નિવૃત્ત બેન્ક કર્મી, વોર્ડ નં. 6

સાચા અર્થમાં લોક સેવક બની શકે તેને મત
જે સારું કામ કરે એવો ઉમેદવાર હોય તેને મત આપીશું. નવા ચૂંટાયેલા ઉમેદવારે અંગત સ્વાર્થ જોઈને કામ કરવું જોઈએ નહીં પણ વોર્ડમાં નગરપાલિકાની જે સુવિધા મળવાપાત્ર હોય તે તમામ વર્ગને પુરી પાડવામાં આવે તે માટે પ્રયાસો કરે તેમજ ઉમેદવારે લોક પ્રશ્નના ઉકેલની બાબતનું ધ્યાન રાખવું જોઇએ. > માલવ શાહ, વેપારી, શંખેસ્વર સોસાયટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો