યોગ ભગાવે રોગ:નવસારીમાં 5000થી વધુ લોકોએ યોગાસન કર્યા

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બે સ્થળોએ કાર્યક્રમો યોજાયા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજી ના સાનિધ્યમાં 5000 જેટલા લોકોએ લુન્સીકુઈ ગ્રાઉન્ડ પર યોગ કર્યો હતો. નવસારીમાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને નવસારી વિજલપોર નગરપાલિકાના સૌજન્યથી નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલજીની નિશ્રામાં લુન્સીકુઈ મેદાન ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ભાગ રૂપે નવસારીમાં બે દિવસ યોગના કાર્યક્રમો થયા હતા.

11 જૂનના રોજ વિદ્યાકુંજ શાળા ખાતે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન યોગની ચર્ચામાં 800 લોકો જોડાયા હતા. આખા નવસારીમાં યોગમાં જાગૃતિ આવેએ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલથી લઈને કુવારા આશાપુરી અને છેલ્લે લુન્સીકુઈ મેદાન પર રેલીનો અંત કરવામાં આવ્યો હતો. જેમાં 500 બાઇક ઉપર 1000 લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

12 જૂનના રોજ સવારે 5.30 કલાકેથી 7.30 વાગ્યા દરમિયાન લુન્સીકુઈ મેદાન ઉપર મહા યોગ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને સમૂહમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે નિઃશુલ્ક યોગમાં જોડાયા હતાં. નવસારી શહેર અને અન્ય જિલ્લામાંમાંથી પણ યોગ સાધકો હાજર રહ્યા હતા. જેમાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી યોગ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા, JCI નવસારી, સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ નવસારી તેમજ યોગાસન હેલ્થ સેન્ટર, જૈન આરોગ્ય અને નેચરલ કેર વેલફેર સોસાયટી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. નવસારીના ધારાસભ્ય એવા પિયૂષભાઈ દેસાઈ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે વિશ્વ યોગ ગુરુ ડોક્ટર અનિલ જૈન, સાઉથ ઝોનના ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

યોગ આરાધનામાં જોડાવા સંપર્ક કરો
સહુ લોકો યોગ કરો નિરોગી બનો. યોગાને સફળ બનાવવા નવસારીમાં વિવિધ નિઃશુલ્ક યોગ કક્ષા 50 જગ્યાએ ચાલે છે. જે પણ મિત્રો આ યોગ કક્ષામાં જોડાવા માંગતા હોય તથા યોગ શિક્ષક બનવા માંગતા હોય તેઓ મારો સંપર્ક કરી શકો.> ગાયત્રીબેન તલાટી, જિલ્લા યોગ કોડિનેટર, નવસારી

અન્ય સમાચારો પણ છે...