વિસર્જન:નવસારી પંથકમાં પાંચમાં દિવસે ચાર ઓવારેથી 500થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિરાવળ પૂર્ણા નદીના કિનારે કૃિત્રમ તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન. - Divya Bhaskar
વિરાવળ પૂર્ણા નદીના કિનારે કૃિત્રમ તળાવમાં પ્રતિમાઓનું વિસર્જન.
  • વિરાવળ સ્થિત પૂર્ણા નદીના કિનારે બનાવાયેલ કૃત્રિમ તળાવમાં પીઓપી પ્રતિમાઓનું વિસર્જન

નવસારીમાં પૂર્ણા નદીના વિરાવળ, જલાલપોર અને ધારાગીરીમાં 500થી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નવસારીમાં શ્રીજી મહોત્સવના પાંચમાં દિવસે માનતાના શ્રીજીનું વિસર્જન સવારથી જ કરવામાં આવ્યું હતું. જેમાં સવારે નવસારી જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ અને તેમના પરિવાર સાથે સવારે પોતાના ઘરે સ્થાપેલ શ્રીજીની પ્રતિમાનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવા સપરિવાર આવ્યા હતા.

પાલિકા પ્રમુખ, ગણપતિ સંગઠનના પ્રમુખ નરેશ ઢીમ્મર, મુકેશભાઈ અને ગીતાબેન પટેલ પણ પૂર્ણા નદીના ઓવારા ઉપર હાજરી આપી હતી. નવસારીના પૂર્ણા નદીના કિનારે સવારથી જ ભક્તો માનતાના શ્રીજીની પ્રતિમાના વિસર્જન માટે ડી.જે., ઢોલ નગારા અને અબીલ ગુલાલ ઉડાવીને ખુશી મનાવી હતી.

આવતા વર્ષે વહેલા આવજો અને મહિલાઓએ પણ બાપા બાર વર્ષ ના બાળ બાપા નદીએ નાહવા જાય, ગણેશ નાહવા જાય એ ગીતો ગાય સજળ નયને બાપાને વિદાય આપી હતી. નવસારીમાં દાંડી દરિયામાં ઉપરાંત વિરાવળ, જલાલપોર,અને ધારાગીરી નદી પાસેથી પસાર થતી 500થી વધુ શ્રીજીની પ્રતિમાનું શાંતિપૂર્વક વિસર્જન કરાયું હતું. અહી ઉલ્લેખનીય છે કે વિરાવળ પૂર્ણા નદીના કિનારે અનેક પીઓપીની પ્રતિમાઓનું કૃતિમ તળાવમાં િવસર્જન કરવામાં આવ્યું હતું.

અમલસાડ વિભાગમાં 25 પ્રતિમાનું વિસર્જન
અમલસાડ વિભાગમાં પણ 5 દિવસના ગૌરીગણેશની પ્રતિમાનું વિસર્જન ભારે ઉલ્લાસપૂર્વક કરવામાં આવ્યું હતું. જેમાં સરીબુજરંગ, મોરા, વાસણ, અમલસાડની વિવિધ સોસાયટીના 25થી વધુ વિઘ્નહર્તાની પ્રતિમાનું બપોર બાદ વિસર્જનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન યાત્રામાં ગણેશ મંડળોમાં ડ્રેસકોડ મુજબ ટી શર્ટ, કફની અને મહિલાઓએ કુર્તા પાયાજામાં પહેરી જોડાયા હતા. શ્રીજીની પ્રતિમાઓનું અંધેશ્વર તળાવ અને વાસણ ગામના તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...