બેખોફ બન્યા ખિસ્સાકાતરુઓ:નવસારીમાં યોજાયેલી ભાજપની જન આશીર્વાદ યાત્રામાં 50થી વધુ કાર્યકર્તાઓના ખિસ્સા કપાયા, પોલીસે એકની ધરપકડ કરી

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ખિસ્સાકાતરુઓની શોધખોળ હાથ ધરવામા આવ્યા

કોરોનાની સ્થિતિ સ્થિર બનતા ખિસ્સાકાતરુઓ પણ બિન્દાસ્ત બની રાજકીય કાર્યક્રમોમાં હાથ અજમાવી રહ્યા છે. નવસારી જિલ્લામાં કોરોનાનાં એકલદોકલ કેસ એક્ટિવ છે ત્યારે રાજકીય પાર્ટીઓ પુરજોશમાં કાર્યક્રમો ભીડ ભેગી કરીને ઉજવી રહ્યા છે. જેનો સીધો લાભ ખિસ્સાકાતરુઓને મળ્યો હોય તેમ ગઇકાલે નવસારી જિલ્લામાં યોજાયેલી જન આશીર્વાદ યાત્રામાં ખિસ્સાકાતરુઓ એ 50 જેટલા કાર્યકરો ના ખિસ્સા પર કાતર ફેરવી હતી.

નવસારી જિલ્લામાંથી ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને આદિજાતિ મંત્રી બનાવતા જિલ્લામાં તેમને કાર્યકરોએ મોટી સંખ્યામાં આવકાર્યા હતા અને તેમની જન આશીર્વાદ રેલી પણ યોજાઇ હતી. જે યાત્રા નવસારીથી શરૂ થઈ ગણદેવી બીલીમોરા ચીખલીના તમામ વિસ્તારોમાં ફરી લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ત્યારે ભીડભાડ કાર્યકરોના ઉત્સાહના અતિરેકનોનો લાભ લઈને ખિસ્સાકાતરુએ પોતાના ધંધા માટે શુભ અવસર જોઈ અનેક મોટા કાર્યકરો અને નેતાઓના ખિસ્સા પર હાથ અજમાવ્યો હતો. જેને લઇને સાંજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પર્સ અને પાકિટ ચોરી થયાને લઈને હોબાળો થતા બે ફરિયાદ આવતા પોલીસ પણ સતર્ક બની હતી અને ટેક્નિકલ સેવેલન્સ થકી ખિસ્સા કાતરું ઓને ઝડપી પાડવા કવાયત હાથધરી હતી.

પોલીસ તપાસ કરતા એક આરોપી ઝડપાયો હતો.ઉધનાના સંજયનગરમાં રહેતા 35 વર્ષીય સચિન કૈલાસ મરાઠેએ નવસારી જિલ્લામાં આવીને જન આશીર્વાદ યાત્રામાં માત્ર એક ખિસ્સુ કાપ્યું હોવાની કબૂલાત કરી હતી.સાથે તેના સાથીદારો અંગે બિલીમોરા પોલીસ તપાસ કરી રહી છે.રાજ્ય દરેક રીતે સુરક્ષિત છે તેવો દાવો કરતા ભાજપ શાશિત રાજ્યમાં કેબિનેટ કક્ષાના મંત્રીની રેલીમાં ખિસ્સા કાતરુઓ જો બીનદાસ્ત રીતે ભાજપી કાર્યકરોના ખિસ્સા ખાલી કરી જતો હોય તો સામાન્ય નાગરિકની કેટલો સુરક્ષિત છે તે અંગે ની વાતો સાથે જિલ્લામા રમૂજ સાથે આશ્ચર્ય ફેલાયું છે. સાથે જ નેતાઓએ સંયમિત બની સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કર્યું હોત તો કદાચ ચોરીની ઘટના બનવાને લઈને અવકાશ ન હોત.

અન્ય સમાચારો પણ છે...