યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા:યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનના સુમીમાં 30થી વધુ ગુજરાતી ફસાયા, મહત્તમ છાત્ર

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખ્યાતિ સાથે વિડીયો ટોક - Divya Bhaskar
ખ્યાતિ સાથે વિડીયો ટોક
  • દેશની બોર્ડર પર રેલવે ટ્રેક તોડી નાંખવામાં આવી, અન્ય દેશોની બોર્ડર 1 હજાર કિ.મી. દૂર
  • રશિયા જવા માટે ઈન્ડિયન એમ્બેસી ઉપર મદાર, ખાવાનું અને પાણી પણ ઘટ્યું, અવારનવાર બ્લાસ્ટ સંભળાય છે

નવસારી જિલ્લાના 3 વિદ્યાર્થી સહિત ગુજરાતના 30થી વધુ રશિયન બોર્ડર નજીક યુક્રેનમાં આવેલ સુમીમાં ફસાયા છે. યુક્રેનની વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતના પણ ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં એક યુનિવર્સિટી રશિયન બોર્ડરથી માંડ 35 કિ.મી. દૂર આવેલ સુમીની સ્ટેટ મેડિકલ કોલેજ પણ છે. આ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહે છે. અહીંની મેડિકલ કોલેજમાં ભણતી નવસારીની ખ્યાતિ પરમાર સાથે શુક્રવારે સાંજે ‘દિવ્ય ભાસ્કરે’ વિડીયો ટોક કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું કે, અમારી કોલેજથી રશિયન બોર્ડર જ નજીક પડે છે. પોલેન્ડ-હંગેરી યા રોમાનિયા 900-1000 કિ.મી. દૂર છે.

સુમીમાં બંકરમાં વિદ્યાર્થીઓ.
સુમીમાં બંકરમાં વિદ્યાર્થીઓ.

અમારે ત્યાંથી અન્ય દેશની બોર્ડરે જતી રેલવે લાઈન ઠેર ઠેર તોડી નંખાઈ છે, જેથી જવુ મુશ્કેલ છે. અમારે થોડો સમય રૂમમાં અને થોડો સમય બંકરમાં રહેવું પડે છે. હવે તો ખાવાનું પણ ઘટવા લાગ્યું છે. આજે પાણીનો સપ્લાય પણ તૂટ્યો હતો અને ઈલેકટ્રીસિટીના પણ ઠેકાણાં ન હતા. હવે જીવવું અઘરું બની ગયું છે. અમારે યુક્રેન છોડી દેશ આવવા સરળ માર્ગ રશિયાનો જ છે, કારણ કે રશિયા જ નજીક છે. સુમી નજીક પણ કેટલાક બ્લાસ્ટ સંભળાયા છે. અમે જલદીથી અહીંથી નીકળવા માંગીએ છીએ. અમારો એજન્ટ કહે છે કે, સલામત અહીંથી કાઢવા વાતચીત ચાલી રહી છે.

જોકે ઈન્ડિયન એમ્બેસીનો હજુ પોઝિટિવ રિપ્લાય મળ્યો નથી અને અમે હજુ સુમીમાં જ છીએ. ખ્યાતિએ જણાવ્યું કે, સુમીમાં નવસારીની હાર્દી પટેલ અને ધ્વનિ પટેલ પણ છે. ગુજરાતના 30થી વધુ છે અને ભારતના તો 500થી વધુ હોવાનું તેણીએ જણાવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે બોર્ડર નજીકના ખાર્કિવથી તો વિદ્યાર્થીઓ ટર્નોપીલ વગેરે સ્થળે જવામાં સફળ થયા છે પણ બોર્ડરના જ સુમીમાં વિદ્યાર્થીઓ શુક્રવારે સાંજ સુધી તો ફસાયા જ હતા.

અન્ય સમાચારો પણ છે...