કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા યોજનાના સહીયારા પ્રયાસથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલનનું કૃષિ યુનિ.ના સેન્ટ્રલ એકઝામિનેશન હોલમાં સહ સંશોધન નિયામક ર્ડા.લલિત મહાત્માના અધ્યક્ષસ્થાનેથી યોજાયો હતો. આ સંમેલનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ર્ડા.કે.એ.શાહે સર્વે મહાનુભાવો અને આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કરીને આ સંમેલનનું શા માટે યોજાયું છે તેની જાણકારી આપી હતી.
આ સંમેલનમાં સીમલા, હિમાચલ પ્રદેશથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જનકલ્યાણની વિવિધ 13થી વધુ યોજનાના લાભાર્થી સાથે સીધો સંવાદ કરીને ભારત સરકારના વિવિધ જનતાલક્ષી યોજનાના જાણકારી આપતાં તેના ફાયદા અને લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડી ખેડૂતને પગભર બનાવવા તથા રાજય અને દેશને આત્મનિર્ભર બનાવવા સરકાર કટીબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
અધ્યક્ષસ્થાને ર્ડા.લલિત મહાત્માએ ઉપસ્થિતિ ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની ખેડૂત ઉપયોગી સંશોધન પ્રવૃતિઓની જાણકારી આપીને ખેડૂતોને યુનિવર્સિટી, ખેતીવાડી તથા આત્મા યોજના સાથે જોડાઈને ખેતીને ઉન્નત બનાવવા આહવાન કર્યુ હતું.નવસારી કિસાન મોરચાના પ્રમુખ દિપકભાઈ દેસાઈએ ભારત અને ગુજરાત સરકાર સતત ખેડૂતો ઉત્થાન માટે અને તેમની આવક વધે માટે વિચારશીલ અને સંવેદનશીલ છે તેમ જણાવ્યું હતું. આ સંમેલનના નોડલ અધિકારી વિમલભાઈ પટેલે ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા આઈ કિસાન પોર્ટલ પર અરજી કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જીલ્લા ખેતીવાડી ખાતું, આત્મા યોજના, નવસારીના અને નાયબ ખેતી નિયામકની કચેરીના અધિકારી તથા એફ.પી.ઓ ના કારોબારી સભ્યો તથા વિવિધ ગામોમાંથી 250 થી વધારે ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિતિ રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.