શહેરમાં તસ્કર રાજ:નવસારીના તુલસીવનમાં બંધ મકાનમાંથી 2 લાખથી વધુની મતાની ચોરી

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • PM આવવાના હોય બંદોબસ્ત ઓછો થતાં તસ્કરોએ વધુ એક ચોરીને અંજામ આપ્યો

નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલી દર્પણ સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના તાળા તોડી 2 લાખથી વધુની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. એક સપ્તાહમાં બીજી ચોરીની ઘટના નોંધાઈ હતી. પોલીસ વડાપ્રધાનની સેવામાં અને તસ્કરોએ ચોરી કરી પોલીસને ચેલેન્જ આપી છે.

નવસારીના છાપરા રોડ વિસ્તારમાં આવેલી દર્પણ સોસાયટીમાં જીતેન્દ્ર પ્રતાપભાઈ (હાલ રહે. તુલસીવન અને મૂળ રહે. બોરીવલી)માં રહે છે. તેઓ સામાજિક કામ હોય 6 જૂનના રોજ ઘર બંધ કરી ગયા હતા. તે બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરના મુખ્ય દરવાજો ઉપર મારેલ તાળું તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ રૂમમાં રાખેલ તિજોરીના તાળા તોડ્યા હતા અને તેમાં રાખેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

બીજી તરફ ઘરનો દરવાજો ખુલ્લો જોતા પાડોશીએ તેમને જાણ કરી હતી. બાદમાં ઘરમાલિકે પહોંચી તપાસ કરતા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ. 2,34,500ની મતા ગાયબ જણાઈ હતી. જેથી તેમણે નવસારી ટાઉન પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ​​​હાથ ધરી છે.

નવસારીમાં સપ્તાહમાં ચોરીની બીજી ઘટના
નવસારીના જમાલપોર વિસ્તારમાં રાણા પરિવાર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા અને તેમના બંધ ઘરમાંથી તસ્કરોએ સોનાચાંદીના દાગીના રોકડ મળી કુલ 1.65 લાખની ચોરી કરી હતી. આ બનાવની તપાસ હજુ શરૂ કરી નથી, જ્યાં તુલસીવનમાં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી સપ્તાહમાં બીજી ચોરીની ઘટના નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...