તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રસીકરણ:જિલ્લામાં બુધવારે પણ 16 હજારથી વધુને રસી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેગા રસીકરણના બીજા દિવસે પણ કામગીરી

નવસારી જિલ્લામાં બુધવારે મંગળવારની સરખામણીએ બુધવારે તો રસીકરણ ઘટ્યું, આમ છતાં 16 હજારથી વધુને રસી અપાઈ હતી. નવસારી જિલ્લામાં મંગળવારે મેગા રસીકરણ થયું હતું અને એક જ દિવસે 20 હજારથી વધુને રસી અપાઈ હતી. બુધવારે બીજા દિવસે રસીકરણમાં ઘટાડો તો થયો, આમ છતાં 16 હજારથી વધુને રસી અપાઈ હતી.

બુધવારે કુલ 16024 જણાને રસી આપવામાં આવી હતી. તાલુકવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 3320, જલાલપોરમાં 2732, ગણદેવીમાં 2062, ચીખલીમાં 4190, ખેરગામમાં 1047 અને વાંસદા તાલુકામાં 2673 જણાએ રસી લીધી હતી. કુલ રસીકરણમાં 10939 જણાએ પહેલો ડોઝ અને 5085 જણાએ બીજો ડોઝ લીધો હતો. 18થી 44 વર્ષ વચ્ચેના કુલ 11148 જણાએ રસી લીધી હતી.

સતત 13માં દિવસે કોરોના કેસ નહીં
જિલ્લામાં બુધવારે સતત 13માં દિવસે પણ કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસોની સંખ્યા 7183 જ રહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં 5 કેસ નોંધાયા છે, જે તમામ 19 ઓગસ્ટ સુધીમાં જ નોંધાયા હતા. હાલ કોઈ જ એક્ટિવ કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...