તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • More Than 10,000 People Were Vaccinated In The District On Saturday Too, The First Dose Of The Vaccine Was Taken 8819 Times, Vaccination Stopped Completely Today And Monday

રસીકરણ:જિલ્લામાં શનિવારે પણ 10 હજારથી વધુને રસી અપાઇ,8819 જણાએ રસીનો પહેલો ડોઝ લીધો, આજે અને સોમવારે રસીકરણ સંપૂર્ણ બંધ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નવસારી જિલ્લામાં શનિવારે પણ 10 હજારથી વધુને રસીના ડોઝ અપાયા હતા. ત્રણ દિવસમાં 39 હજાર લોકોને રસી અપાયા બાદ શનિવારે ચોથા દિવસે પણ 10454ને રસી અપાઈ હતી.પહેલો ડોઝ 8819 જણાએ અને બીજો ડોઝ 1635 જણાએ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોતા નવસારીમાં 1630, જલાલપોરમાં 1929, ગણદેવીમાં 1943, ચીખલીમાં 2148, ખેરગામમાં 800 અને વાંસદા તાલુકામાં 2024 જણાએ રસી લીધી હતી.

18થી 44 વર્ષની વયના 6261લોકોએ પહેલો ડોઝ અને 515 લોકોએ બીજો ડોઝ લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે હાલ રસીકરણની સંખ્યામાં વધારો કરાયા બાદ 29મીને રવિવાર તથા 30મીને સોમવારના રોજ સરકારના આદેશ અનુસાર કોવિડ રસીકરણ નવસારી જિલ્લામાં બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારના રોજ પુનઃ રસીકરણ થશે,તે દિવસે વધુ સંખ્યામાં રસીકરણ થનાર હોવાની પણ જાણકારી મળી છે.

અન્ય સમાચારો પણ છે...