તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:જિલ્લામાં 10 લાખથી વધુ રસીના ડોઝ આપી દેવાયા

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે વધુ 11682 જણાને રસી અપાઇ
  • 7.63 લાખને પહેલો, 2.83 લાખને બીજો ડોઝ

નવસારી જિલ્લામાં હાલ સુધીમાં 10 લાખથી વધુ કોવિડ રસી અપાઈ છે, જેમાં 7.63 લાખ પહેલો ડોઝ અને 2.83 લાખ બીજો ડોઝ અપાયો છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલ કોવિડ રસી અભિયાન જારી છે.હાલ સુધીમાં જિલ્લામાં કુલ 10.46 લાખ રસીના ડોઝ અપાયા છે,જેમાં 7.63 લાખ પહેલો ડોઝ અને 2.83 લાખ બીજો ડોઝ અપાયો છે.

શુક્રવારે પણ રસીકરણ જારી રહ્યું હતું અને 11682 જણાએ રસી લીધી હતી. જે રસી અપાઈ તેમાં 8486 જણાને પહેલો ડોઝ અને 3197 જણાને બીજો ડોઝ અપાયો હતો. 18થી 44 વર્ષની વયના 7067 જણાએ રસી લીધી હતી, જેમાં 5872 જણાએ પહેલો ડોઝ અને 1195 જણાએ બીજો ડોઝ લીધો હતો. સરકાર દ્વારા ઝડપભેર રસીકરણ કરવા માટે તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે ત્યારે જિલ્લામાં પણ તેને પ્રાધાન્ય આપી કામગીરી હાથ ધરાઇ છે.

હજુ જિલ્લો કોરોનામુક્ત જ
કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે શુક્રવારે સતત 15માં દિવસે પણ જિલ્લામાં કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને કુલ કેસ 7183 જ રહ્યા હતા. હાલ જિલ્લામાં કોઈ જ એક્ટિવ કેસ નથી અને જિલ્લો કોરોનામુક્ત છે.

અન્ય સમાચારો પણ છે...