કાર્યવાહી:સુરતથી મોપેડ ચોરીના કારોબારનો નવસારીમાં પર્દાફાશ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 45 હજારની કિંમતની ચોરીની મોપેડ લેનાર બે યુવક સહિત 3 પોલીસના સકંજામાં

સુરતથી મોપેડ ચોરી પ્રકરણમાં એસઓજીએ નવસારીથી આરોપીને અટક કરી હતી. આરોપીએ બાઈક વેચવા સુરતના યુવાનને આપી હોય પોલીસે તેની તેમજ બાઇક લેનાર યુવાનની અટક કરી હતી. પોલીસે કુલ 3 મોપેડ સાથે 3 આરોપીની અટક કરી 1ને ફરાર જાહેર કર્યો હતો.

નવસારી એસઓજીના પોલીસ કર્મીઓ વાહનચોરીના ગુના શોધવા પેટ્રોલિંગમાં હતા. તેમને મળેલ બાતમી આધારે, ઝવેરી સડક અનિલ ગેરેજ પાસેથી આરોપી મોહસીન ઉર્ફે કાળીયો ફિરોજ મુન્સી (રહે. ભાગા તળાવ, જનતા માર્કેટ, સુરત)ને નંબર વગરની મોપેડ સાથે કિંમત રૂ.45500 સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ દરમિયાન આ મોપેડ તેણે યમન મુઝમ્મીલ ખાન (રહે. ભેંસતખાડા)ને વેચાણ માટે આપી હતી.

તેણે આ મોપેડ અનવર ફકીર (રહે.વિરાવળ)ને વેચાણ કરી હતી. પોલીસે તમામ ત્રણેય આરોપીની અટક કરી હતી. જ્યારે એકને ફરાર જાહેર કર્યો હતો. પોલીસે આરોપી પાસે 3 મોપેડ કિંમત રૂ. 1.53 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે મુદ્દામાલનો કબજો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત એક ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

એક આરોપીને ખેંચ આવતા હોસ્પિટલમાં
એસઓજીએ મોપેડ ચોરી પ્રકરણમાં ઝડપી પાડેલા 3 આરોપી પૈકી મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે કાળીયોને બપોરના સમયે ખેંચ આવી હતી. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...