તપાસ:મોંઘીદાટ સાયકલ ચોરનાર સગીર ડિટેન, 9 સાયકલ કબજે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસમાંથી ઉઠી ગયા બાદ સગીરને ચોરીનો ચસ્કો લાગ્યો

નવસારી શહેરમાં મોંઘી સાયકલની ચોરી થવાની અવારનવાર ઘટના બનતી હતી. વિજલપોર પોલીસને બાતમી મળી હતી કે એક સગીર સાયકલ ચોરી કરી ઘરની આસપાસ છૂપાવી દે છે. આ બાતમીને પગલે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી સગીરને મોંઘી સાયકલો સાથે ડિટેન કર્યો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે આ તમામ સાયકલ ચોરીની હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી મળી આવેલી 9 જેટલી સાયકલનો કબજો લીધો હતો. સગીરે અભ્યાસમાંથી ઉઠી જઈ મોંઘીદાટ સાયકલ ચોરવાનો ચસ્કો લાગ્યો હોવાનું તેમજ મોંઘી સ્પોર્ટસ સાયકલો ચોરી કરીને ઘરની આસપાસ છૂપાવી દેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ બનાવની તપાસ વિજલપોર પોલીસ કરી રહી છે.

મોંઘી સાયકલ ચોરી સસ્તા ભાવે વેચી કાઢતો હતો
અભ્યાસમાંથી ઉઠી ગયેલા સગીર આર્થિક નિર્વાહ સાયકલ ચોરી કર્યાનું જણાવ્યું હતું. સગીર મોંઘી સાયકલ જ ચોરી કરી તેને અડધા ભાવે વેચી દેતો હતો. સગીર પાસેથી મળેલી સાયકલ જેની ચોરાયેલી હોય તેમણે પુરાવા-બીલ સાથે વિજલપોર પોલીસનો સંપર્ક કરવો. >કે.બી.દેસાઈ, પીઆઈ, વિજલપોર

અન્ય સમાચારો પણ છે...