જેલમાં ફોન:નવસારીની સબજેલમાં બેરેકમાં ગટરની કૂંડીમાં છૂપાવેલા 3 મોબાઇલ મળ્યા, ટાઉન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી

નવસારીએક મહિનો પહેલા
  • સબજેલમાં આકસ્મિક તપાસમાં મોબાઈલ મળ્યા
  • બેરેક નંબર 5માં સજા ભોગવતા કેદીઓ પર શંકાની સોંય

નવસારીમાં આવેલી સબજેલમાં આઈજીની સ્પેશિયલ સ્ક્વોર્ડ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા બેરેકમાં છૂપાવેલા સીમકાર્ડ વગરના 3 મોબાઈલ મળી આવતા ટાઉન પોલીસને તપાસ સોંપવામાં આવી છે. ગઈકાલે રવિવાર હોવાથી આજે નવસારી ટાઉન પોલીસ મથકના PSI સરદુલ ભુવા તપાસ અર્થે જેલમાં ગયા હતા અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને પકડાયેલા કવોરટિ કી પેડ ધરાવતા મોબાઈલ મળી આવતા 3 મોબાઈલ પર કયા નંબર એક્ટિવ હતા, તે IMEI નંબર થકી જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેલમાં દરેક બેરેકમાં તપાસ કરવામાં આવી હતી, પણ કઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી

પરંતુ બેરેક-5ની પાછળ આવેલ ગટરની કુંડીમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં છૂપાવી રાખેલા 3 સીમકાર્ડ વગરના મોબાઈલ મળી આવ્યા હતા. આ બાબતે ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતા વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.ભુવા કરી રહ્યા છે. નવસારીની સબજેલમાં પ્રથમવાર મોબાઈલ મળવાની ઘટનાને પગલે અધિકારીઓમાં પણ આશ્ચર્યની લાગણી અનુભવી હતી. કેદીઓ દ્વારા મોબાઈલને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને ગટરની કુંડીમાં નાંખવામાં આવ્યા હતા અને તેને દોરી વડે બાંધીને દોરી એક ચંપલના ટુકડા વડે બાંધવામાં આવી હતી.

જે પ્રથમ નજરે દેખાય નહીં. આ મોબાઈલ જેલમાં કોણ લાવ્યું અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તે બાબતે મોબાઈલના ડેટા માટે તપાસમાં મોકલાયા છે. ગઈકાલે રવિવાર હોવાથી આજે જેલમાં તપાસ થઇ રહીં છે. સાથે જ IMEI દ્વારા કોણ મોબાઈલનો વપરાશ કરતું હતું તે દિશામાં તપાસ શરૂ છે. ખાસ કરીને બેરેક ન.5માં 38 કેદીઓ રહે છે તેમની સામે શકા સેવાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...