તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:મોબાઈલ પણ આવશ્યક જરૂરીયાત, ડિલરોનું છૂટછાટ આપવા આવેદન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારીમાં કોરોના સંક્રમણને કારણે છેલ્લાં 15 દિવસથી માત્ર આવશ્યક ચીજવસ્તુની દુકાનો શરૂ છે. જ્યારે અન્ય વેપાર-ધંધા ઠપ છે ત્યારે મોબાઈલ ડિલર એસો.એ બુધવારે કલેકટરને આવેદનપત્ર આપી છૂટછાટો આપવા અપીલ કરી હતી. આવેદનમાં જણાવાયુ હતું કે, હાલ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, જેની પ્રાથમિક જરૂરિયાત મોબાઈલ અને ટેબલેટ હોય તેનો ઉપયોગ વધી ગયો છે.

જે ખરીદવા અન્ય કોઈ વ્યવસ્થા નહીં હોય લોકો ઓનલાઇન માધ્યમથી ખરીદી કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં મોબાઈલ ડિલરોને આર્થિક સમસ્યા સહન કરવી પડી રહી છે. આવી મુશ્કેલીના સમયમાં દુકાનનું ભાડું અને કામ કરતા કર્મચારીઓનો પગાર ઉપરાંત મોબાઈલ વપરાશ કરનારાઓ રિચાર્જ અને રિપેરીંગ કામ પણ બંધ હોય તેને કારણે આર્થિક મુશ્કેલી પડી રહી હોય જેથી મોબાઈલ ડિલરોને લોકડાઉનમાં છૂટછાટ આપવા અપીલ કરી હતી.

સ્થાનિક વેપારીઓએ જ સહન કરવાનું !
નવસારીમાં 200 થી વધુ મોબાઈલ અને એસેસરીઝ વેચતા વેપારીઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી જેમાં જણાવ્યું કે લોકડાઉનના કારણે દુકાનો બંધ રહેતા લોકો ઓનલાઇન મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ ખરીદે છે જેને પગલે સ્થાનિક વેપારીઓને નુકસાન પહોંચતું હોય દુકાન ખોલવા બાબતે અન્ય ધંધાર્થીઓની જેમ છૂટછાટ આપવામાં આવે તેવી અપીલ કરી છે. > મિતેશ પટેલ, મોબાઈલ ડિલર, નવસારી

અન્ય સમાચારો પણ છે...