નિ:શુલ્ક અનાજનું વિતરણ ફરી શરૂ:નવસારીના લુન્સીકુઈ ખાતેથી ધારાસભ્યે 6 મહિના માટે મફત રાશનની કીટની વહેંચણીની શરૂઆત કરાવી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિયુષ દેસાઈએ ભાજપના આગેવાનોની હાજરીમાં BPL-APL કાર્ડ ધારકોને કીટનું વિતરણ કર્યુ
  • રેશનકાર્ડ ધરાવતા લોકોને-કુટુંબોને વ્યક્તિદીઠ બે-બે કિલો ઘઉં-ચોખા આપવામાં આવે છે

કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને રાશન નિશુલ્ક મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક રાશન આપવાની શરૂઆત થઇ હતી.

જેના ભાગરૂપે થોડા સમય માટે રાશન બંધ થયા બાદ ફરિવાર તેના વિતરણની શરૂઆત થઇ છે. જેમાં ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા આજે બુધવારે નવસારીના લુન્સિકુઈ ખાતે ભાજપ સંગઠનના આગેવાનોની હાજરીમાં BPL અને APL કાર્ડ ધારકોને અનાજની કીટ વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

નવસારી જિલ્લામાં કુલ 9 લાખ 21 હજાર લોકો પાસે રેશનકાર્ડ છે. જે પૈકી કુલ 1 લાખ 87 હજાર લોકોને રેશનકાર્ડ દ્વારા હાલમાં નિશુલ્ક રીતે અનાજ મળી રહ્યું છે. નવસારી શહેરની વાત કરવામાં આવે તો કુલ 29 હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને નિ:શુલ્ક અનાજ આપવાની શરૂઆત આજે બુધવારથી થઇ છે.

જેમાં રેશનકાર્ડ ધરાવતા જરૂરિયાતમંદ લોકોને-કુટુંબોને વ્યક્તિદીઠ બે-બે કિલો ઘઉં-ચોખા આપવામાં આવે છે. જેમાં આજથી ધારાસભ્ય પિયુષ દેસાઈ દ્વારા નિ:શુલ્ક અનાજની કીટનું વિતરણ કરવાની ફરી શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...