નવસારીમાં ભારે વાદવિવાદ અને હાઈ વોલ્ટજ ડ્રામા બાદ જમાલપુરમાં બનેલ રાધા કૃષ્ણનું મંદિર અનઅધિકૃત ઠરાવેલ બાંધકામ નૂડાએ પોલીસ અને પાલિકાના મદદથી દૂર કર્યું હતું .જેમાં સ્થાનિકો અને પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. જેને લઈને સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે આજે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ સર્વોદય સોસાયટી પહોંચ્યા હતા.
સોસાયટીના મંદિર પર બુલડોઝર ફેરવી દેવાતા રોષ
નવસારીના વોર્ડ નં. 13 માં જમાલપોર વિસ્તારમાં આવેલી સર્વોદય સોસાયટીમાં રસ્તાની જગ્યામાં બનેલા ગેરકાયદેસર રાધાકૃષ્ણ મંદિર પર નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પોલીસ કાફલાને સાથે રાખી JCB તેમજ પાલિકાના હથોડા ઝીંકી તોડી પાડયુ હતુ. જેમાં કોંગ્રેસે આજે બિનરાજકીય રીતે સોસાયટીવાસીઓની મુલાકત લઈ એમના આંદોલનમાં સમર્થન આપવાની તૈયારી દર્શાવી હતી.
તંત્રના આદેશ બાદ મંદિર તોડી પડાયું
નવસારીની સર્વોદય સોસાયટીની પાછળ આવેલી જમીનમાં ડેવલપમેન્ટ કાર્ય શરૂ થવાની વાતો વચ્ચે સોસાયટીએ જે રસ્તો પાછળની જમીનના માલિકને વાપરવા માટે આપ્યો હતો, એ રસ્તા સાથે જોડાયેલા પ્લોટમાં રસ્તા વચ્ચે જ રાધાકૃષ્ણ મંદિર બનાવી દીધુ હતુ. જે નવસારી કલેકટરની કોર્ટમાં ગેરકાયદેસર સાબિત થતા ગતરોજ નુડાના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત અને પાલિકાના સ્ટાફની મદદથી તોડી પાડ્યું હતું. જેમાં સોસાયટીની મહિલાઓ અને યુવાનોનો પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આજે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સહિત કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ સર્વોદય સોસાયટીમાં પહોંચ્યા હતા અને તૂટેલા મંદિરના સ્થળનું નિરીક્ષણ કરી, સોસાયટીવાસીઓ સાથે બેઠક કરી એમનો આક્રોશ સાંભળ્યો હતો. સાથે જ કોંગ્રેસ બિનરાજકીય રીતે સોસાયટીવાસીઓ સાથે એમના દરેક નિર્ણયમાં સાથે હોવાનું આશ્વાસન આપ્યુ હતુ.
મહિલાઓ સાથે ઝપાઝપી કરનારા પોલીસ અધિકારી સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી ઉચ્ચારી છે., ફરી મંદિર એજ સ્થળે બને એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ નવસારી શહેરમાં થયેલા અન્ય ગેરકાયદેસર બાંધકામોને પણ નવસારી-વિજલપોર પાલિકા દૂર કરે એવી માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.