• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Mithrem Jagirdar Of Navsari Won The First Place In The State In The Boxing Championship And Brought Glory To Navsari Along With His Family.

બોક્સિંગમાં સિદ્ધિ:નવસારીની મિથ્રેમ જાગીરદારે બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પરિવાર સહિત નવસારીનું નામ રોશન કર્યું

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની અન્ય યુવતીઓ માટે રોલ મોડેલ બની.

નવસારી ની મિથ્રેમ જાગીરદારે અમદાવાદ ખાતે યોજાયેલી ઓપન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવી પોતાની યુનિવર્સિટી સહિત નવસારીની નામ રોશન કર્યું છે જેથી નવસારી ની દીકરીએ ગોલ્ડ મેડલ મેળવતા પરિવાર સહિત સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી પ્રસરી છે.

મિથ્રેમના પિતા છે સાયકલિસ્ટ
શહેરમાં આવેલી ધ ટાટા હાઈસ્કૂલના આચાર્ય અને સાયકલલિસ્ટ બોમી જાગીરદાર ની પુત્રી ની મિથ્રેમ જાગીરદાર ને પોતાના પિતા પાસેથી વારસામાં સ્પોર્ટ ના ગુણો મળ્યા છે કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે તેમ સ્પોર્ટમાં રુચિ ધરાવતા પિતા પાસેથી પુત્રીએ નાનપણથી જ સ્પોટ ક્ષેત્રે નામ કરવાની ઈચ્છા રાખી હતી જેના પગલે આજે રાજ્યકક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા સૌથી વધુ ખુશી પિતા બોમી જાગીરદારને થઈ છે.

​​​​​​​મિથ્રેમ જાગીરદાર આગામી માસમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની બોક્સિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયારી શરૂ કરી છે લાંબા સમયથી બોક્સિંગ માટેની પ્રેક્ટિસ તેમના દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે રાજ્ય સ્તરે ગોલ્ડ મેળવ તા અન્ય યુવતીઓ માટે મિથ્રેમ રોલ મોડલ બની છે

અન્ય સમાચારો પણ છે...