તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નવસારીમાં લગ્નની પરવાનગી લેવા મામલે લોકોમાં ગેરસમજ

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્રે આખરે ખુલાસો કરવાની ફરજ પડી

નવસારીમાં પણ લગ્ન સમારોહની મર્યાદા 200થી ઘટાડી 100 જ કરી દેવા સાથે પરવાનગી પણ લેવાની અફવા ફેલાતા સરકારી કચેરીઓએ પરવાનગી લેવા લોકો પહોંચતા આવી કોઈ અલગથી પરવાનગી લેવાની જરૂર નથી એવી સ્પષ્ટતા તંત્રે કરવી પડી હતી.

નવસારી જિલ્લામાં અગાઉ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં લગ્ન સમારોહમાં 200 માણસની હાજરીને મંજૂરી અપાઈ હતી. જોકે રાજ્યભરમાં પુનઃ કેસો વધતા જિલ્લામાં મંગળવારે એક સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં લગ્ન સમારોહમાં માણસોની મર્યાદા ઘટાડી 100 જ કરી દેવાઈ હતી.

આ જાહેરનામામાં પરવાનગી લેવાનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં ઘણા લોકોમાં પરવાનગી બાબતે ગેરસમજ ફેલાઈ હતી. કેટલાક લોકો પરવાનગી મુદ્દે પૂછતાછ કરવા કચેરીએ પહોંચ્યા હતા, તો કેટલાકે ફોન પર પૂછતાછ કરી હતી. આખરે તંત્રે ખુલાસો કરવો પડ્યો હતો. એક અખબારી યાદીમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે, લગ્ન સમારોહમાં મહત્તમ 100 જણાને મંજૂરી અપાઈ છે, આ માટે કોઈ પણ કચેરીની અલગથી પરવાનગી લેવાની રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દેવ ઉઠી એકાદશી આવતા જ હવે લગ્ન સિઝન શરૂ થઇ ગઇ છે અને આગામી દિવસોમાં અનેક લગ્નો ગોઠવાય ગયા છે.

અન્ય સમાચારો પણ છે...