તપાસ:જલાલપોર જિંગાના તળાવમાં મજુરી કરતો યુવાન ગુમ

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જલાલપોરના કૃષ્ણપુરમાં રહેતા શૈલેશ મગન ટંડેલનાં જિંગાના તળાવો ચીજગામમાં આવેલા છે. જ્યાં મજુરી કામ માટે રામમાં માધવ ઓરમ (ઉ.વ. 26, મૂળ રહે. ઉદુશા, ઓરિસ્સા) તેમના મિત્રો સાથે આવ્યો હતો અને ત્યાં જ રહેતો હતો. રામા માધવ 4 ઓગસ્ટે સાંજે 6 વાગ્યાનાં અરસામાં કોઈને પણ કહ્યા વગર ક્યાય જતો રહ્યો હતો અને મોડી રાત સુધી ન આવતા શૈલેશ ટંડેલે જલાલપોર પોલીસ મથકે જાણ કરી હતી. ગુમ થનાર રામામાધવ ઓરમ પાતળા બાંધાનો, રંગે શ્યામવર્ણનો, કાળા રંગની ટીશર્ટ અને કાળા રંગનો પેન્ટ પહેર્યો છે. તે ઉડિયા અને હિન્દી ભાષા જાણે છે. વધુ તપાસ અહેકો ચિરાગ પૂનમભાઈ પરમાર કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...